Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeENTERTAINMENTBOLLYWOODThe Sabarmati Report: ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ટેક્સ ફ્રી

The Sabarmati Report: ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ટેક્સ ફ્રી

Share:

ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી Ekta Kapoor નિર્મિત અને Vikrant Messy તથા રાશિ Khanna સ્ટારર ફિલ્મ ‘ The Sabarmati Report ‘ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમાઘરમાં નિહાળવા પહોંચ્યા હતા. તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડો. મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: WACT 2024: મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની જીત

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન નજીક ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસ S6 કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં 58 કારસેવકનાં સળગીને મોત થયાં હતાં. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયાં હતાં. લગભગ 9 વર્ષ પછી ગોધરાકાંડ પછીની ટ્રાયલમાં 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી.

ટ્રેલર રિલીઝ થવાને કારણે થયો હતો વિવાદ

ફિલ્મ ‘ The Sabarmati Report ‘ તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદમાં આવી ગઈ હતી. ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસીએ જણાવ્યું કે તેને ધમકીઓ મળી રહી છે. તેના વિરોધીઓ પણ તેના 9 મહિનાના બાળકને છોડતા નથી. તે અંગે પણ તેઓ વાહિયાત વાતો કરી રહ્યા છે. વિક્રાંતે કહ્યું કે ગોધરાકાંડની આગમાં ઘણા લોકોએ રોટલો શેક્યો છે, પરંતુ જે લોકો માર્યા ગયા તે માત્ર આંકડા જ રહી ગયા.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments