જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર Terrorist Attack કર્યો છે. આમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન Reasi જિલ્લાના કાંડા વિસ્તારમાં આ Terrorist Attack થયો હતો.
આ પણ વાંચો: Modi 3.0: સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે લીધા શપથ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ Reasi માં થયેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકાર શપથ લઈ રહી હતી અને ઘણા દેશોના વડા દેશમાં હતા ત્યારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રિયાસીના SSP મોહિતા શર્માએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો. જેના કારણે બસ ખાડામાં પડી હતી. 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા.
મોહિતા શર્માએ જણાવ્યું કે બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. મુસાફરોની ઓળખ થઈ નથી. મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના છે. સુરક્ષા દળોએ શિવ ઘોડી મંદિર વિસ્તારને સુરક્ષિત કરી લીધો છે અને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બસ દુર્ઘટના વિશે જાણીને હું ખૂબ જ દુઃખી છું, જેમાં સંખ્યાબંધ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”