જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના દેસામાં Terrorist Attack માં સેનાના કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા છે. એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. એટલે કે કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારથી અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
સર્ચ દરમિયાન આતંકીઓ ફાયરિંગ કરતા ભાગી ગયા હતા. ગાઢ જંગલને કારણે તેઓ ભાગી છૂટ્યા. સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ ફરી ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Doda Terrorist Attack માં શહીદ થયેલા રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોમાં કેપ્ટન બ્રિજેશ થાપા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના હતા અને કોન્સ્ટેબલ બ્રિજેન્દ્ર અને કોન્સ્ટેબલ અજય રાજસ્થાનના ઝુંઝુનુના હતા. નાયક ડી રાજેશ વિશે માહિતી બહાર આવી નથી.
કેપ્ટન બ્રિજેશ થાપા (27) નો જન્મ 15 જાન્યુઆરી આર્મી ડે ના રોજ થયો હતો. તેની માતા નીલિમાએ જણાવ્યું કે તેમણે રવિવારે (14 જુલાઈ) તેના પુત્ર સાથે છેલ્લી વાત કરી હતી. તેણે કહ્યું કે મને મારા પુત્રના બલિદાન પર ગર્વ છે. જો અમે અમારા પુત્રોને સરહદ પર નહીં મોકલીએ તો દેશ માટે કોણ લડશે.
કેપ્ટન બ્રિજેશના પિતા કર્નલ ભુવનેશ થાપા (નિવૃત્ત)એ કહ્યું – જ્યારે મને કહેવામાં આવ્યું કે તે હવે નથી, તો હું વિશ્વાસ ન કરી શક્યો. તે મારી આર્મી યુનિફોર્મ પહેરીને ફરતો હતો. એન્જિનિયરિંગ કર્યા પછી પણ તે આર્મીમાં જોડાવા માંગતો હતો. તેણે એક જ વારમાં પરીક્ષા પાસ કરી અને સેનામાં જોડાયો.
આ 4 જવાનો ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન પણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. તેની માહિતી બહાર આવી નથી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેમના હુમલામાં આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 6 ઘાયલ થયા છે.
આ પણ વાંચો: Agniveer: CISF, BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત