Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeINTERNATIONALStarship: ટેક્સાસમાં પાંચમું પરીક્ષણ સફળ

Starship: ટેક્સાસમાં પાંચમું પરીક્ષણ સફળ

Share:

વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ Starship નું પાંચમું પરીક્ષણ સફળ રહ્યું હતું. આ પરીક્ષણમાં, પૃથ્વીથી 96 કિમી ઉપર મોકલવામાં આવેલા સુપર હેવી બૂસ્ટરને લોંચપેડ પર પાછા લાવવામાં આવ્યું હતું, જેને મેકઝિલાએ પકડ્યું હતું. મેકઝિલા પાસે બે ધાતુના હાથ છે જે ચોપસ્ટિક્સ જેવા દેખાય છે.

Starship પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી અને હિંદ મહાસાગરમાં નિયંત્રિત ઉતરાણ કર્યું. જ્યારે સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની ઝડપ 26,000 કિલોમીટર પ્રતિ કલાક હતી અને તાપમાન 1,430 °C સુધી પહોંચી ગયું હતું.

સ્ટારશિપ 13 ઓક્ટોબરે સાંજે 05:55 વાગ્યે બોકા ચિકા, ટેક્સાસથી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે ‘સ્ટારશિપ’ કહેવામાં આવે છે. સ્ટારશિપમાં 6 રેપ્ટર એન્જિન છે, જ્યારે સુપર હેવીમાં 33 રેપ્ટર એન્જિન છે.

આ પણ વાંચો: Baba Siddique: લોરેન્સ ગેંગએ હત્યા કરી! કેમ?

સ્ટારશિપની ચોથી કસોટી 6 જૂન 2024ના રોજ થઈ હતી, જે સફળ રહી હતી. આ 1.05 કલાકનું મિશન બોકા ચિકાથી સાંજે 6.20 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, સ્ટારશિપને અવકાશમાં લઈ જવામાં આવી, પછી પૃથ્વી પર પાછી લાવી અને પાણી પર ઉતરી.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments