ધરતી પર વઘુ એક સંકટનો ખતરો તોળાઇ રહ્યો છે, અને તે છે SOLAR STORM એટલે કે સૌર તુફાન. જેના માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કોઇપણ સમયે ધરતી સાથે ટકરાઇ શકે છે. 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે. આ સૌર તુફાન સુરતની સપાટી પર ઉદભવેલું એક શક્તિશાળી વંટોળ છે. જેની ધરતી પર ભારે અસર થઇ શકે છે.
નિષ્ણાતોનું માનીએ તો સૂર્યની સપાટી પરથી ઉદભવેલું આ તોફાન ધરતીના ચુંબકીય ક્ષેત્રવાળા ભાગમાં ગરમ હવા અને સૂર્ના કણોનો મારો રહેશે.જેને લીધે ધરતીના આ વિસ્તારમાં ખૂબ જ ભારે ગરમી અને ચુંબકીય સ્થિતિને લીધે નુકસાનની ભીતી છે.
નિષ્ણાતોના દાવા પ્રમાણે આ પ્રકારના સૌર તોફાન દર 10 વર્ષે આવે છે, જેમાં કોઇ નવી વાત નથી. આ તરતી પર ડાયનાસોરના સમયથી આવે છે. પરંતુ હાલના યુગ ટેકનોલોજીનો યુગ છે, સેટેલાઇટ, જીપીએસ, ઈલેક્ટ્રોનિક સાધનો, સેલફોન પર આપણે સંપૂર્ણ નિર્ભર છીએ. જેના લીધે તે માનવજાતને વધુ ડિસ્ટર્બ કરી શકે છે, તે સેટેલાઇટને નુકસાન કરી શકે છે, જેથી ઇન્ટરનેટ, મોબાઇલ જેવા પ્રભાવિત થઇ શકે છે. વીજળી પ્રવાહ પણ ખોરવાઇ શકે છે, કેમકે સૌર તુફાન વીજળી ગ્રીડને નુકસાન કરી શકે છે.
સૌર તોફાન એ દેશોમાં સૌથી વધુ નુકસાન પહોંચાડશે, જે દેશોમાં એ સમયે દિવસ હશે. એટલકે જે તોફાન ટકરાવવાના દિવસે ધરતીનો જે ભાગ સૂર્યના નજીક હશે તે ભૂભાગના દેશો પર તેની વધારે અસર પડશે.