બોલીવુડ અભિનેતા Saif Ali Khan પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. Saif Ali Khan ની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. સૈફને સવારે ૩ વાગ્યે Lilawati Hospital માં લાવવામાં આવ્યો. જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. ચોર ફરાર છે, જ્યારે Mumbai Police હાલમાં ખાનના ઘરે પહોંચીને CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે. આ દરમિયાન, અભિનેતાએ એક નિવેદન જારી કરીને મીડિયા અને ચાહકોને “ધીરજ રાખવા” વિનંતી કરી છે.
લીલાવતી હોસ્પિટલના COO (ચીફ ઓપરેટિંગ ઓફિસર) ડૉ. નીરજ ઉત્તમાણી કહ્યું કે સૈફ પર છ વાર છરાના ઘા કરવામાં આવ્યા હતા. બે ઘા ઊંડા છે. કરોડરજ્જુની નજીક એક ઘા થયો. તેમની સારવાર ડૉ. નીતિન ડાંગે (સર્જન), ડૉ. લીના જૈન (કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન), ડૉ. નિશા ગાંધી (એનેસ્થેસિયા નિષ્ણાત), ડૉ. કવિતા શ્રીનિવાસ (ઇન્ટેન્સિવિસ્ટ) અને ડૉ. મનોજ દેશમુખ (કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવી રહી છે.
સૈફ અને Karina Kapoor તેમના બંને પુત્રો સાથે મુંબઈના બાંદ્રામાં સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. સૈફના મિત્ર અને પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શિની શાહે તેને ડિઝાઇન કર્યું છે. જૂના ઘરની જેમ, સૈફના નવા ઘરમાં પણ એક પુસ્તકાલય, કલાકૃતિ, સુંદર ટેરેસ અને સ્વિમિંગ પૂલ છે. શાહી દેખાવ આપવા માટે, આ એપાર્ટમેન્ટને સફેદ અને ભૂરા રંગોમાં શણગારવામાં આવ્યું છે. બાળકો માટે નર્સરી અને થિયેટર સ્પેસ પણ છે.
આ પણ વાંચો – Hollywood: સ્ટાર્સના બંગલાઓ પણ બળીને ખાખ
સૈફની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘Devara’ હતી. આ ફિલ્મમાં તેમના જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારી કમાણી કરી શકી નહીં. પોતાની ફિલ્મો ઉપરાંત, સૈફ કરીના અને તેના બાળકો સાથેના તેના સંબંધોને કારણે પણ સમાચારમાં રહે છે. આ દંપતીએ સ્વિટ્ઝર્લૅન્ડમાં ક્રિસમસ અને નવું વર્ષ ઉજવ્યું.