અમદાવાદમાં Rathyatra 2025ની ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂઆત થઈ ગઈ છે. આજનો આ રૂડો અવસર છે જ્યારે ભગવાન ખુદ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા જાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું Live પ્રસારણ આપ અહીં નિહાળી શકો છો…
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાના દિવસે અકસ્માત અને દુર્ઘટના ટાળવા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સઘન તૈયારી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – Shubhanshu Shukla: દેશ માટે શુભ સમાચાર, મિશન થયું સફળ
મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટમાં યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે Ahmedabad Police દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોના જાહેરહિતને ધ્યાનમાં રાખી Ahmedabad Municipal Corporation દ્વારા બિનસલામત, જર્જરીત અને નબળા મકાનોને લઈને ચેતવણી આપવામાં આવી હતી કે આવા સ્થાનો પર રથયાત્રા દરમિયાન વધુ લોકો ભેગા ના થાય. જે મકાનમાં ગેલેરી અને ઝરુખાનું બાંધકામ નબળું હોય ત્યાં વધુ ભીડ ભેગી ના થાય.
આ ઉપરાંત Rathyatra 2025 જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં રસ્તા ઉપરના મકાનમાલિકો તથા દુકાનદારોને પણ ચેતવણી આપવામાં આવી હતી કે રથયાત્રાના રૂટ પર ઇંટ, કપચી, ગ્રીટ, રેતી, સિમેન્ટ, લોંખડના સળીયા, માટી, તેમજ ડેબ્રીજ જેવા બિલ્ડીંગ મટીરરીયલ્સ હોય તો તેને સ્થાન પરથી ઉપાડી લેવા. જે પણ વેપારી કે મકાનમાલિક આ કામગીરીમાં બેદરકારી રાખશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં 148મી Rathyatra 2025 યોજાવવા જઈ રહી છે. ઓડિશાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દુનિયાભરમાં પ્રખ્યાત છે. જો કે, અમદાવાદમાં યોજાતી રથયાત્રા ભારતની સૌથી મોટી રથયાત્રાઓમાંની એક છે. લોકમાન્યતા મુજબ મંદિરના મહંત શ્રી નરસિંહદાસજી મહારાજને આવેલ સ્વપ્ન બાદ વર્ષ 1878માં પવિત્ર રથયાત્રાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા બપોરે સરસપુર રણછોડરાયજીના મંદિરે પહોંચે છે એટલે કે ભગવાનના મોસાળમાં આ રથ પહોંચે છે. અહીં ભગવાનને મામેરુ અર્પણ કરવામાં આવે છે.
ખાસ વાત તો એ કે, ભક્તોને પૂરી, શાક, દાળ, ભાત, લાડુ, મોહનથાળ જેવા પ્રસાદથી જમાડવામાં આવે છે.ખાસ વાત તો એ કે, ભક્તોને પૂરી, શાક, દાળ, ભાત, લાડુ, મોહનથાળ જેવા પ્રસાદથી જમાડવામાં આવે છે. આ એક એવી યાત્રા છે, જેમાં ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે 14 કિલોમીટરની યાત્રા કરે છે.
આ યાત્રા એટલી અદભૂત હોય છે કે, ભગવાનના દર્શન કરવા માટે પોળોમાં, શેરીઓમાં અને શહેરના રસ્તા ઉપર ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે.ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. આ રથ નંદીઘોષ રથ, ગરુડ ધ્વજ રથ અથવા કપિત ધ્વજ રથ તેમજ પદમધ્વજ રથ તરીકે પણ ઓળખાય છે. ભગવાન જગન્નાથનો રથ ‘નંદીઘોષ’ તરીકે ઓળખાય છે. આ રથ લાલ અને પીળા રંગનો હોય છે અને તેની ઊંચાઈ આશરે 45.5 ફૂટ જેટલી હોય છે. નોંધનીય છે કે, આ રથ બનાવવા ફક્ત લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે.