રણવીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે લગ્નના બંધને બંધાઇ ગયા છે. બંનેએ રણવીરના વાસ્તુ એપાર્ટમેન્ટમાં સાત ફેરા લીધા. આ લગ્નપ્રસંગ ખૂબ જ સાદાઇપૂર્વક રાખવામાં આવ્યો હતો. લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું રણવીર-આલિયાએ તેમના લગ્નમાં મહેમાનો પાસે નોનડિસ્ક્લોઝર ફોર્મ ભરાવડાવ્યું હતું. જેના પગલે તેમના કોઇપણ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય. જોકે હવે આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટો શેર કરી છે.







