વર્ષ 1986થી Pavagadh માં રોપ-વેની સુવિધા શરૂ થઈ એટલે ભક્તોને ઘણી રાહત મળી. જોકે 38 વર્ષ પછી આજે પણ માંચીથી મંદિરે પહોંચવા લગભગ 500 પગથિયાં ચડવા જ પડે છે. પરંતુ બસ હવે એકપણ પગથિયું ચડ્યા વગર લિફ્ટના સહારે સીધા મહાકાળીના દ્વાર સુધી પહોંચી જવાશે.

Pavagadh નું મહાકાળી માતાજીનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પૈકીનું એક છે, જ્યાં અલગ-અલગ તબક્કામાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એના પહેલા પડાવરૂપે મંદિરની આસપાસનો વિસ્તાર વધાર્યો, ધ્વજદંડ લગાવવામાં આવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન, 2022ના રોજ આ મંદિર પર 5 સદી બાદ ધજા ફરકાવી હતી. હવે આગળના ફેઝનું કામકાજ પણ ખૂબ ઝડપી ચાલી રહ્યુ છે.
પાવાગઢ આવતા દર્શનાર્થીઓમાંથી કેટલાક મોટી ઉંમરના તેમજ બાળકો પણ હોય છે. કેટલાકને શારીરિક તકલીફ પણ હોય. આવી પરિસ્થિતિમાં તેઓ માંચી સુધી રોપ-વે સુધી તો આવી જાય છે, પરંતુ આગળ લગભગ 500 જેટલાં પગથિયાં ચડીને મંદિરે પહોંચવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. હવે આવી પરિસ્થિતિનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.

મંદિરે આવતા કોઈપણ દર્શનાર્થી સરળતાથી દર્શન માટે પહોંચી શકે, તેમનો સમય બચે એ હેતુથી યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અહીં સુવિધામાં વધારો કરવાનું નક્કી કર્યું છે. એ અંતર્ગત પાવાગઢમાં લિફ્ટ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટની ટાઇમલાઇન પ્રમાણે ફક્ત છ મહિના પછી જ લિફ્ટ શરૂ થઈ જશે. આ માટે સત્તાવાર રીતે સરકારની મંજૂરી લેવી પડતી હોવાથી બોર્ડે એની મંજૂરી મેળવી લીધી છે.
આ પણ વાંચો: Brazil: પ્લેન ક્રેનમાં તમામના મોત, કારણ શું?
શ્રદ્ધાળુઓ જ્યારે લિફ્ટ સુધી પહોંચે ત્યાં એન્ટ્રી પોઇન્ટની પાસે જ ટિકિટ કાઉન્ટર હશે. ત્યાંથી લિફ્ટમાં બેસવા માટેની ટિકિટ લેવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે ટિકિટનો દર પણ ખૂબ સામાન્ય રહેશે. મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિ:શુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકે એવી રજૂઆત પણ સરકારને કરવામાં આવી છે.