Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeINTERNATIONALદેવામાં ડૂબ્યું પાકિસ્તાન, પ્રજાના સોના માટે ઇમરાન ઘૂંટણીએ

દેવામાં ડૂબ્યું પાકિસ્તાન, પ્રજાના સોના માટે ઇમરાન ઘૂંટણીએ

છેલ્લા ત્રણ મહીનામાં પાકિસ્તાને સાઉદી અરબ પાસેથી 3 અરબ ડોલર લીધા છે. મોટર-વે ગિરવે મુકીને પણ પાકિસ્તાને ઇતિહાસની સૌથી મોંઘી 1 અરબ ડોલરની લોન લીધી છે. IMF પાસેથી પણ પાકિસ્તાને 1 અરબ ડોલરની લોન લીધી છે.

Share:

75 વર્ષ પહેલા પણ પાકિસ્તાન કંગાળ હતું અને આજે પણ તેની સ્થિતિ હતી તેવીને તેવી જ છે. પાકિસ્તાને ભારતમાંથી અલગ થઇને ન તો દેશનો વિકાસ કર્યો ન તો જનતાનો. ત્યારે હાલના વડાપ્રધાન ઇમરાન ખાન દેશને ચલાવવા માટે પોતાની આવામ સામે પડી ગયા છે ઘૂંટણીએ..

કોઇપણ દેશની અર્થવ્યવસ્થામાં સોનાનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, જે દેશ પાસે જેટલું વધારે સોનું હશે તેની અર્થવ્યવસ્થા પણ તેટલી જ મજબૂત હશે. અને આ તર્જ પર પાકિસ્તાને પણ પોતાની જનતા પાસેથી સોનું એકઠું કરવાની સ્કીમ લાવવાની તૈયારી કરી છે. કોઇપણ દેશની બેલેંસ શીટમાં વિદેશી મુદ્રા ભંડાર એક મહત્વનું એસેટ હોય છે. જે દેશની તમામ જવાબદારીઓ ઓછી કરવામાં મદદ કરે છે. અને આ જ કારણ છે જેને પગલે હાલ ઇમરાન ખાન ઘૂંટણીએ પડી ગયા છે, કેમકે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થવાના કગાર પર છે.

છેલ્લા ત્રણ મહીનામાં પાકિસ્તાને સાઉદી અરબ પાસેથી 3 અરબ ડોલર લીધા છે. મોટર-વે ગિરવે મુકીને પણ પાકિસ્તાને ઇતિહાસની સૌથી મોંઘી 1 અરબ ડોલરની લોન લીધી છે. IMF પાસેથી પણ પાકિસ્તાને 1 અરબ ડોલરની લોન લીધી છે.

એટલે પાકિસ્તાને એટલું દેવું કર્યું છે કે તેને ઋણ ચુકવવા માટે તેને પ્રજાનો સહારો લેવો પડે તેમ છે. દેવું ચુકતે કરવા પાકિસ્તાન સરકારની આ સ્કિમ પર નજર કરીએ તો

તમામ બેંકમાં સોનું જમા કરાવી શકતો
બેંક સોનાના બદલામાં વ્યાજ આપશે
તમામ બેંક સોનું સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને આપશે
જેનો ઉપયોગ SBP વિદેશી મુદ્રા ભંડાર વધારવા કરશે

સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનની પાસે 17 અરબ ડોલરની કિંમતનું સોનું જમા છે અને આ સ્કીમ આવતાની સાથે તેમાં વધારો થશે.

કોઇપણ દેશનું વિદેશી મુદ્રા ભંડાર ત્યારે વધે છે જ્યારે તે અન્ય દેશોને કોઇ વસ્તુ વેચે છે. પરંતુ જો કોઇ દેશ નિકાસ ન કરતા માત્ર આયાત જ કરતો હોય તો તેના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર ઘટાડો આવે છે. અને પાકિસ્તાનના કિસ્સામાં હાલ એ જ બની રહ્યું છે.

પાકિસ્તાનની સાન આવી ઠેકાણે

એટલા માટે જ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી છે. અને તેણે ભારત સાથેના પોતાના વ્યાપારિક સંબંધોને ફરી સક્રિય કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ભારત-પાકિસ્તાન વેપાર કેમ બંધ છે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2019થી વ્યાપારિક સંબંધો ખાટા થયા છે. GFXIN 2019માં જ પુલવામાં એટેકમાં ભારતના 40 સૈનિકો શહીદ થયા હતા. જેને પગલે ભારતે પાકિસ્તાન સાથેના વેપારમાં કસ્ટમ ડ્યૂટી 200 ટકા વધારી દીધી હતી. જેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર 10 ટકાથી પણ ઓછો થઇ ગયો. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી. પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું અને તેણે ભારતમાંથી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો. એટલે બંને દેશો વચ્ચે 90 ટકા વેપાર ઠપ થઇ ગયો. GFXOUT ભારત પાકિસ્તાનના બગડેલા વેપાર સંબંધની સૌથી વધારે કોને અસર થઇ તેની પર નજર કરીએ તો….

સૌથી વધુ અસર કોને ?
પાકિસ્તાનના કાપડ અને ખાંડ ઉદ્યોગને માઠી અસર થઇ
પાકિસ્તાનના દવા ઉદ્યોગને માઠી અસર થઇ
ભારતના સિમેન્ટ, સેંધા મીઠું, ડ્રાય ફ્રુટ ઉદ્યોગને અસર થઇ

એ વાત સ્પષ્ટ છે કે વેપાર પ્રતિબંધથી સૌથી વધુ નુકસાન પાકિસ્તાનને થયું છે, અને જો આ પ્રતિબંધ યથાવત રહેશે તો આવનારા ભવિષ્યમાં પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઇ જશે. એટલું જ નહીં પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઇમરાન ખાને પ્રજા પાસે સોનું માગવાનો વારો આવ્યો છે. ઇમરાન ખાનને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો છે. તેને ખબર પડી ગઇ છે કે ભારત સાથે વેપાર સંબંધો નહીં રાખે તો યુદ્ધ વગર જ પાકિસ્તાનનું ધનોતપનોત નીકળી જશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments