Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક હરવાન વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશિમ મુસાનો પણ સમાવેશ થાય છે. સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ આ કાર્યવાહી કરી હતી. બાકીના બે આતંકવાદીઓની ઓળખ જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ છે. જિબ્રાન 2024ના સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પરના હુમલામાં સામેલ હતો.
આતંકવાદીઓ પાસેથી અમેરિકન M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ અને ગ્રેનેડ મળી આવ્યા છે. કેટલીક અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. સેના મંગળવારે ઓપરેશન મહાદેવ અંગે માહિતી આપી શકે છે.
આ પણ વાંચો – Divya Deshmukh: હમ્પીને હરાવીને જીત્યું ટાઇટલ
Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પાકિસ્તાની આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પોલીસ-પ્રશાસન આ અંગે સંપૂર્ણ માહિતી આપશે. હું સેના, પોલીસ અને આ કાર્યવાહીમાં સામેલ તમામ લોકોને અભિનંદન આપું છું. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા પહેલા સુરક્ષા દળોને શ્રીનગરના દાચીગામ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકવાદીઓએ હુમલા પછી પહેલીવાર ચીની અલ્ટ્રા કોમ્યુનિકેશન સેટને ફરીથી સક્રિય કર્યો હતો. તે જ સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ કરવામાં આવ્યા હતા.