Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALLoksabha Speaker: NDAના ઓમ બિરલા સામે કોંગ્રેસના કે. સુરેશ

Loksabha Speaker: NDAના ઓમ બિરલા સામે કોંગ્રેસના કે. સુરેશ

Share:

સંસદ સત્રનો બીજો દિવસ પણ સૂત્રોચ્ચાર અને વિવાદો સાથે સમાપ્ત થયો. કોંગ્રેસે ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી હતી, પરંતુ ભાજપે આનો જવાબ આપ્યો ન હતો. નારાજ વિપક્ષે NDA Loksabha Speaker ઉમેદવાર ઓમ બિરલા સામે કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા. આવતીકાલે (26 જૂન) સવારે 11 વાગ્યાથી મતદાન શરૂ થશે. ભાજપ-કોંગ્રેસે પણ સાંસદોને વ્હીપ જારી કર્યો હતો.

વિપક્ષના હોબાળા વચ્ચે, ઓમ બિરલાએ Loksabha Speaker પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે સવારે 11:30 વાગ્યે 10 સેટમાં નામાંકન ભર્યું. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત જેપી નડ્ડા, જેડીયુના લલન સિંહ, ટીડીપીના રામ મોહન નાયડુ અને ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા.

કોંગ્રેસે બિરલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. સુરેશને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. થોડા સમય પછી સુરેશની સાથે કોંગ્રેસના કેટલાક સાંસદોએ પણ 3 સેન્ટ માટે નોમિનેશન ભર્યું. અખિલેશ યાદવે કહ્યું ચાલો જોઈએ શું થાય છે. ટીએમસી ગુસ્સામાં જોવા મળી હતી. સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું- નિર્ણય એકતરફી છે.

સત્રના બીજા દિવસે 7 લોકસભા સાંસદોએ શપથ લીધા ન હતા. તેમાંથી અમૃતપાલ સિંહ અને રાશિદ એન્જિનિયર જેલમાં છે. આ સિવાય કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ શપથ લીધા ન હતા. જો આ સાંસદો 26 જૂને શપથ નહીં લે તો તેઓ સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

આ પણ વાંચો: Mecca: ગરમીનો પ્રકોપ, 1300થી વધુ હજ યાત્રીઓના મોત


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments