આજે સુપ્રીમ કોર્ટે Obscene Content ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. Supreme Court એ કેન્દ્ર સરકાર અને 9 ઓટીટી-સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે આ અરજી ગંભીર ચિંતાનો વિષય છે. કેન્દ્રએ આ અંગે કોઈ પગલાં લેવાની જરૂર છે. આ બાબત કારોબારી અથવા ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. અમે કારોબારીના અધિકાર ક્ષેત્રમાં દખલગીરી કરીએ છીએ તેવા આક્ષેપો પણ અમારી સામે છે. તેમ છતાં અમે નોટિસ જારી કરી રહ્યા છીએ.
Central Government તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટને લઈને કેટલાક નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે. સરકાર વધુ નવા નિયમો લાગુ કરવાનું વિચારી રહી છે. અરજદાર વતી એડવોકેટ વિષ્ણુ શંકર જૈન હાજર રહ્યા હતા. હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં OTT Content અને Social Media Content પર અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકારને Advisory જારી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારની દલીલ છે કે આવી સામગ્રી યુવાનો અને સમાજ પર નકારાત્મક અસર કરે છે.
આ પણ વાંચો – Pakistani YouTube Channels: ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક
પત્રકાર અને પૂર્વ માહિતી કમિશનર ઉદય માહુરકરે અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે આવી સામગ્રીને નિયંત્રિત કરવા માટે National Content Control Authority બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ દલીલ કરે છે કે OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ ફિલ્ટર વિના અશ્લીલ કન્ટેન્ટ પ્રદાન કરે છે. તે યુવાનો, બાળકો અને પુખ્ત વયના લોકોના મનને પ્રદૂષિત કરે છે. ઘણા OTT પ્લેટફોર્મ પર ચાઈલ્ડ અશ્લીલતાના તત્વો પણ છે. આવી સામગ્રી અપરાધના દરમાં વધારો કરી શકે છે.
વર્ષ 2020માં Netflix, Amazon Prime Video સહિત 15 ઓટીટી પ્લેટફોર્મે સ્વ-નિયમન કોડ બનાવ્યો હતો. Internet and Mobile Association of India (IAMAI) એ કહ્યું હતું કે આ નિયમન કોડ વિવિધ વય જૂથોના લોકો માટે સામગ્રીના વિતરણ અને પ્રેક્ષકોને યોગ્ય સામગ્રી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.