Loksabha Election ના ત્રીજા તબક્કા માટે નામાંકન આજથી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 94 સંસદીય મતવિસ્તારોમાં ચૂંટણી માટે ગેઝેટ સૂચના આવતીકાલે જારી કરવામાં આવશે. મધ્યપ્રદેશના 29-બેતુલ (ST) સંસદીય મતવિસ્તારમાં મોકૂફ મતદાન માટે એક અલગ સૂચના પણ આવતીકાલે જારી કરવામાં આવશે. ચૂંટણીપંચે ગુરુવારે આ માહિતી આપી.
ત્રીજા તબક્કામાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ
ત્રીજા તબક્કાની Loksabha Election માં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
બેતુલ લોકસભા બેઠક
આ 94 સંસદીય મતવિસ્તારોમાં મતદાન 7 મે, 2024ના રોજ યોજાશે, જેમાં મધ્યપ્રદેશના 29-બેતુલ (ST) સંસદીય મતવિસ્તારમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની 29-બેતુલ (ST) સંસદીય બેઠક માટે બીજા તબક્કાનું મતદાન બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પેટા-ચૂંટણી
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે ચૂંટણી પંચ નોટિફિકેશન જાહેર કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નોટિફિકેશન જાહેર થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે.
26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.
લગભગ 50 કરોડ પુરૂષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે. અહીં 1.8 કરોડ પ્રથમ વખત મતદાન કરશે, 88.40 લાખ દિવ્યાંગ લોકો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48000 થર્ડ જેન્ડર મતદારો છે.
આ પણ વાંચો: Amit Shah: ગાંંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર
આ પણ વાંચો: Parshottam Rupala: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર