નાણાકીય વર્ષ 2022-23 આજથી શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષની સાથે 8 મોટા ફેરફારો થવાના છે જેની અસર તમારી કમાણી, ખર્ચ અને રોકાણ પર પડશે.
નાણાકીય વર્ષ 2022-23થી અનેક બદલાવો થઇ રહ્યા છે..આજથી થઇ રહેલા બદલાવોમાં જે કર્મચારીઓએ PF ખાતામાં રૂ. 2.5 લાખથી વધુ જમા કરાવ્યા છે તેમને વ્યાજ પર આવક વેરો ચૂકવવો પડશે. જો તમે પહેલીવાર એફોર્ડેબલ ઘર ખરીદ્યું હોય, તો ચૂકવવામાં આવેલા વ્યાજ પર કલમ 80EEA હેઠળ 1.5 લાખની વધારાની કપાતનો લાભ મળશે નહીં.
વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અથવા ક્રિપ્ટો પર 30% ટેક્સ લાગશે. લગભગ 800 જીવનરક્ષક દવાઓની કિંમતમાં 10%નો વધારો થશે, જે સારવારની કિંમતમાં વધારો કરશે.PAN ને આધાર સાથે લિંક કરવાથી પર દંડ ભરવો પડશે. 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાયો ફરજિયાત ઈ-ઈનવોઈસિંગના દાયરામાં આવશે.
નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી થવા જઈ રહી છે. આજે રાત્રે 12 વાગ્યાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલ ટેક્સ 10 થી વધારીને 65 રૂપિયા કરી દીધો છે.