Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeINTERNATIONALNepal Plane Crash: ક્રેશ પાછળનું કારણ શું?

Nepal Plane Crash: ક્રેશ પાછળનું કારણ શું?

Share:

Nepal Plane Crash – નેપાળની રાજધાની કાઠમંડુમાં બુધવારે સવારે એક પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર 19 લોકોમાંથી 18ના મોત થયા છે. ઘાયલ પાયલોટ કેપ્ટન એમ. શાક્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.

વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી સવારે 11 વાગ્યે ઉડાન ભરી હતી. થોડી જ ક્ષણોમાં તે તૂટી પડ્યું. 9N-AME પ્લેન સૌર્ય એરલાઈન્સનું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 17 સૌર્ય એરલાઈન્સના કર્મચારીઓ હતા, જ્યારે બાકીના 2 ક્રૂ મેમ્બર હતા.

Nepal Plane Crash માં માર્યા ગયેલા 18 લોકોમાંથી ત્રણ એક જ પરિવારના છે. તેમાં મન રાજ શર્મા, તેમની પત્ની પ્રીજા ખાટીવાડા અને તેમના ચાર વર્ષના પુત્ર આદિ રાજ શર્માનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Union Budget: કોને થયો નફો, કોને થયો નુકસાન?

વાસ્તવમાં, આ 21 વર્ષ જૂના પ્લેનને રિપેર કરીને પરીક્ષણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. પ્લેનમાં હાજર લોકો કંપનીના ટેસ્ટિંગ સ્ટાફ હતા. કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ફાયર ફાઈટર્સની ટીમ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. તે તરત જ ઓલવાઈ ગયો. ઘટના સ્થળેથી ઉભરાતી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળે છે. જો કે અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી માહિતી બહાર આવી નથી.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments