મુંબઇમાં હનુમાન ચાલીસાનો વિવાદ હવે ચાની ચુસકી સુધી પહોંચ્યો છે. સાંસદ નવનીત રાણાનો આરોપ હતો કે તેમને પોલીસ સ્ટેશનમાં પાણી પણ પીવડાવવામાં નહોતું આવ્યું. પોલીસ પરના તેમના આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવી દીધા મુંબઇ પોલીસ કમિશનર સંજય પાંડેએ…
સંજય પાંડેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોલીસ સ્ટેશનની અંદરના સીસીટીવી વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં નવનીત રાણા અને રવી રાણા ચાની ચુસકી માણતા દેખાઇ રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરતા જ સંજય પાંડેએ લખ્યું છે કે શું મારે બીજુ કંઇ કહેવાની જરૂર છે ?