એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામ સામેલ છે. National Herald Case ની સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ED પાસેથી આ મામલાની કેસ ડાયરી પણ માંગી છે. 2012માં બીજેપી નેતા Subramanian Swami એ Sonia Gandhi, Rahul Gandhi અને તેમની સહયોગી કંપનીઓ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ કરી હતી.
EDની ચાર્જશીટના વિરોધમાં કોંગ્રેસે બુધવારે દેશભરમાં EDની ઓફિસની બહાર દેખાવો કરવાની જાહેરાત કરી છે. 12 એપ્રિલ, 2025 ના રોજ, તપાસ દરમિયાન, અટેચ કરેલી મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. EDએ દિલ્હી, લખનૌ અને મુંબઈમાં રૂ. 661 કરોડની સ્થાવર મિલકતો કબજે કરવા નોટિસ જારી કરી હતી. આ પહેલા મંગળવારે સાંસદ Priyanka Gandhi ના પતિ Robert Wadra એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેની ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી.

National Herald Case શું છે?
- ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
- સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો.
- આરોપ મુજબ, કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો કબજે કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઈઝેશનની રચના કરી હતી.
- તેમના દ્વારા નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરતી એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)ને ગેરકાયદેસર રીતે હસ્તગત કરી.
- સ્વામીએ આરોપ લગાવ્યો કે દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પર કબજો કરવા માટે આવું કરવામાં આવ્યું હતું.
- સ્વામીએ માત્ર રૂ. 50 લાખમાં રૂ. 2,000 કરોડની કંપની ખરીદવાના કેસમાં સામેલ નેતાઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી.
- જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓ સામે સમન્સ જારી કર્યા હતા.
- ઓગસ્ટ 2014માં EDએ આ મામલે કાર્યવાહી કરી હતી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
- ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા અને રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા હતા.
આ પણ વાંચો – Tahawwur Rana: 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ ભારતમાં
જૂન 2022માં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ 21 જુલાઈ 2022ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની 3 દિવસમાં 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને 100 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.