Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeGUJARAT NEWSNamo@22: ‘ડબલ એન્જિન સરકાર’માં વિકાસની વણઝાર

Namo@22: ‘ડબલ એન્જિન સરકાર’માં વિકાસની વણઝાર

Share:

કેન્દ્રમાં નરેન્દ્ર અને રાજ્યમાં ભૂપેન્દ્ર. એમ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતનો વિકાસ બેવડા વેગથી થયો. સરદાર સરોવર ડેમ. દેશની પહેલી બૂલેટ ટ્રેન. ડબલ એન્જિન સરકારમાં આવા તો અનેક વિકાસ કાર્યોની વણઝાર લાગી.

વર્ષ 2014માં નરેન્દ્રભાઈએ દેશની કમાન સંભાળી. અને ગુજરાતમાં જાણે કે ડબલ એન્જિનની સરકાર કાર્યરત થઈ.. વડાપ્રધાન બન્યાના બે અઠવાડિયામાં જ નર્મદા ડેમને તેની સંપૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની મંજૂરી મળી ગઈ.. ગુજરાતને દેશની પ્રથમ બુલેટ ટ્રેન મળી છે, જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના થઈ. રાજકોટમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થયું. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ડિફેન્સ પાવર યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો.. રાજ્યની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદ્ઘાટન કર્યું. તો ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો

ગુજરાતનું વિકાસ મોડેલ દેશ માટે ઉદાહરણ

નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રા માત્ર ગુજરાત પૂરતી જ સિમિત નથી રહી.. રસ્તા હોય કે રેલવે.. ઉદ્યોગ હોય કે એજ્યુકેશન.. પ્રવાસન હોય કે પછી હોય પાવર સેક્ટર.. નરેન્દ્રભાઈ જેવા સુકાની હોય તો સફળતાના શીખરે કેવી રીતે પહોંચી શકાય તે ગુજરાતે કરી બતાવ્યું.

એકતાના પ્રતિક સમાન સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ ગુજરાતમાં સ્થપાયું અને ત્યાં સુધી પહોંચવા સુધી રેલ્વે કનેક્ટિવિટી ઉભી કરાઈ. ગુજરાત માટે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઈ. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ.. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી મળી.. GIFT સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયનો શિલાન્યાસ થયો.. GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ થયો.. રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ મળી..

દાહોદમાં ઈલેક્ટ્રિક લોકમોટીવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ કર્યો. ભારત સરકારના ‘ભારતમાલા પ્રોજેક્ટ’ હેઠળ ગુજરાતમાં 1000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી. અમદાવાદમાં ISROના ઇન-સ્પેસ સેન્ટરનું ઉદ્ઘાટન.. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ટાવર બ્રિજનું નિર્માણ કર્યું. તો ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવા માટે રૂ. 3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. તો વળી વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે સમાન મોડેલ સાબિત થયું છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments