Modi 3.0 – નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. ભારતના પડોશી દેશોના નેતાઓ આના સાક્ષી હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભારતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિવાય તમામ દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. બધાએ આ વાત સ્વીકારી અને પોતાની હાજરી નોંધાવી.
દુનિયાના દિગ્ગજ નેતા સમારોહમાં સામેલ
સમારોહમાં 7 દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, જેમણે ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવ્યું હતું, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનતા જોયા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ તમામ વિદેશી નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ડિનર કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

વિદેશી મહેમાનોની સુરક્ષા માટે સ્નાઈપર્સ અને પોલીસ ફોર્સ હાજર હતી. એરપોર્ટથી હોટલ અને સ્થળ સુધીના વિદેશી નેતાઓના રૂટ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના શનિવારે જ ભારત પહોંચ્યા હતા. જો કે તમામ વિદેશી મહેમાનોમાં સૌથી વધુ નજર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર હતી.
દેશના જાણીતા ચહેરા સમારોહમાં હાજર
Modi 3.0 ના શપથગ્રહણ સમારોહમાં બોલિવૂડ સેલેબ્સ શાહરુખ ખાન, અક્ષય કુમાર, વિક્રાંત મેસ્સી, રાજકુમાર હીરાણી, સુપરસ્ટાર રજનીકાંત. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી હાજર રહ્યા. 2014 અને 2019માં જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલી અને બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત લોકોએ સમારોહમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: NDA Meeting: નીતિશ મોદીને પગે પડ્યા, ચિરાગને મોદીએ ગળે લગાવ્યા