Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeNATIONALLok Sabha Elections 2024: પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન

Lok Sabha Elections 2024: પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન

Share:

Lok Sabha Elections 2024 – પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં હતા. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ EVMમાં લોક થઈ ગયા છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશની 60 બેઠકો અને સિક્કિમ 32 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીયમંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી Lok Sabha Elections 2024 મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે 7 વાગ્યા સુધી દેશભરમાં સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું જ્યારે સૌથી ઓછું બિહાર 47.49 ટકા મતદાન થયું છે.

EVM મશીનો સીલ

મણિપુરમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાની સમાપ્તિ બાદ EVM મશીનો સીલ કરવામાં આવ્યા.

રાજ્યસભાના સાંસદ અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી કહ્યું, “આજે લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. અમે મતદાન કરવા બદલ મતદારોનો આભાર માનીએ છીએ. પ્રથમ તબક્કાની ચૂંટણી પછી લોકો તરફથી મળેલા પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે, દેશના લોકો સંપૂર્ણ ગંભીરતા અને નિશ્ચય સાથે પીએમ મોદીના સમર્થનમાં છે.

આ પણ વાંચો: Chhatisgarh: બીજા તબક્કામાં 3 બેઠક પર મતદાન


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments