કર્ણાટકના હિજાબના વિવાદે એવુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે કે હવે આ વિવાદની અસર ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ રહી છે. તો બીજી બાજુ સુપ્રિમે હાલ આ મામલે કોઈ દખલ દેવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં સરકારે શાળા કોલેજોને 16 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.
કર્ણાટકની ઉડુપીની એક કોલેજથી શરૂ થયેલા વિવાદમાં અનેક રંગ ભળ્યા. કોઈકે તેને અધિકાર કહ્યો તો કોઈકે ધર્મનો અભિન્ન હિસ્સો. અને તેમાં સ્વાભાવિક રીતે રાજકારણ પણ ભળ્યુ. ધીમે ધીમે આ વિવાદ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. યૂપીના અલીગઢથી લઈ મહારાષ્ટ્રના માલેગાંવ સુધી મુસ્લિમ મહિલાઓએ હિજાબના સમર્થનમાં પ્રદર્શન કર્યુ. બુરખો પહેરીને પ્રદર્શનમાં સામેલ થઈ.જમિયત ઉલેમા એ હિંદ નામના ઈસ્લામિક સંગઠને તેનુ આયોજન કર્યુ.
આ તરફ કર્ણાટકના હિજાબ વિવાદમાં દખલ દેવાનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુપ્રિમે કહ્યું કે યોગ્ય સમય પર આવતા તે આ મામલે જોશે. આ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. હિજાબ મામલે સેલેબ્રિટીઓમાં પણ દલીલબાજી શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે લખ્યુ હતુકે આટલી હિંમત દેખાડવી હોય તો અફઘાનિસ્તાનમાં બુર્કો ન પહેરી દેખાડો.
એક્ટ્રેસ સોનમ કપૂરે પણ એક પોસ્ટમાં લખ્યુ જો પાઘડી ચોઈસ હોય તો હિજાબ કેમ ન હોઈ શકે. આમ હિજાબને લઈ હવે હંગામો ચરમ પર છે.