Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSBudget 2024: શિક્ષણ, આરોગ્ય અને કૃષિ પર ભાર

Budget 2024: શિક્ષણ, આરોગ્ય અને કૃષિ પર ભાર

Share:

આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું Budget 2024 રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગુજરાતનું વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

વારલી પેઇન્ટિંગ બેગ

Budget 2024 રજૂ કરવા માટે નાણામંત્રી ખાસ વારલી પેઇન્ટિંગવાળી બેગ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આ વારલી પેઇન્ટિંગ આદિવાસી વારલી સમાજનું પ્રતિક છે. વારલી પેઇન્ટિંગ વિશે વાત કરીએ તો વારલી એક આદીવાસી જાતિ છે. વારલી ચિત્રકળા એ વારલી આદીવાસીઓની વિશેષતા છે. આ લોકો પોતાની ખાસ માન્યતાઓ, રીત-રિવાજ, જીવનપ્રથા અને પરંપરાઓ ધરાવે છે.

મહાનગરપાલિકાઓ માટે જાહેરાત
  • બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત
  • રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકા બનાવાશે
  • નવસારી, ગાંધીધામ, મોરબી મહાનગરપાલિકા બનશે
  • વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ મનપા બનશે
રિવરફ્રન્ટ અંગે સરકારની જાહેરાત
  • અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ
  • વિશ્વના સૌથી લાંબા રિવરફ્રન્ટ તરીકે ગણના થશે
  • 38.2 કિલોમીટર લાંબો બનશે રિવરફ્રન્ટ
શિક્ષણ વિભાગ માટે ફાળવણી
  • શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની બજેટમાં જોગવાઈ
  • શિક્ષણ વિભાગના બજેટમાં 11,463 કરોડનો વધારો
  • શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ
  • નવા 15 હજાર ઓરડા બનાવવાનું કામ પૂર્ણ
  • 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર અપાશે
  • 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે
  • નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડની જોગવાઇ
  • નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઇ
  • મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3000 કરોડની જોગવાઇ
  • સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ
  • મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડ
સપનાના શહેર તરીકે વિકસાવાશે ગિફ્ટ સીટી
  • ગિફ્ટ સીટીને પ્લાન્ડ ગ્રીન સીટી તરીકે વિકસાવાશે
  • ગિફ્ટ સીટીનો વિસ્તાર 900 એકરથી વધારી 3300 એકર કરાશે
  • 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે
  • રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ
  • મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે
  • ગિફ્ટ સિટીમાં ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે
  • ફિનટેક હબ માટે કુલ 52 કરોડની જોગવાઈ કરાઈ
સુરક્ષાને લઈને બજેટમાં જાહેરાત
  • ગૃહવિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ કરી
  • અમદાવાદ અને વાવ SRPF ખાતે SAF વિકસાવાશે
  • સ્પેશિયલ એક્શન ફોર્સ માટે 25 કરોડની જોગવાઈ
  • વિશ્વાસ પ્રોજેક્ટ માટે 120 કરોડની જોગવાઈ
  • પોલીસ આવાસ માટે 115 કરોડની જોગવાઈ
ઈમરજન્સી સેવાઓ માટે જાહેરાત
  • ઈમરજન્સી સેવાઓ માટે જનરક્ષક યોજના
  • 112 નંબર પર મળશે ઈમરજન્સી સેવાઓ
  • પોલીસ, ફાયર સહિતની સેવાઓ મળશે
  • શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં ઉપલબ્ધ થશે
  • ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પહોંચશે પોલીસ
ખેડૂતો માટે સારા સમચાર
  • બજેટમાં સરકારે 1570 કરોડ ફાળવ્યા
  • કિસાન સૂર્યોદય યોજના અંગે જાહેરાત
  • યોજના હેઠળ દિવસે મળશે વિજળી
સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત
  • 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર દંડ માફ થશે
  • છેલ્લા એક વર્ષના મેમો આવા વાહનો પર માફ થશે
  • 52 હજાર વાહન માલિકોને 700 કરોડની મળશે રાહત
  • આ યોજના ફક્ત એક વર્ષ માટે લાવવામાં આવી
અયોધ્યા માટે બજેટમાં ફાળવણી
  • અયોધ્યા ધામ ખાતે બનશે યાત્રી નિવાસ
  • યાત્રી નિવાસ માટે 50 કરોડનું કર્યું આયોજન
  • બજેટમાં 10 કરોડની જોગવાઈ કરવામાં આવી
વિવિધ વિભાગો માટે બજેટની ફાળવણી
  • શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ
  • આરોગ્ય વિભાગ માટે 21,100 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડ
  • મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પુરવઠા માટે 2711 કરોડની જોગવાઈ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડ
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8,423 કરોડ
  • માર્ગ અને મકાન વિભાગ કુલ રૂ. 22,163 કરોડ
  • બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ
  • જળસંપત્તિ પ્રભાગના વિકાસ માટે 11,535 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ

આ પણ વાંચો: શું તમે 29 ફેબ્રુઆરી પછી પણ Paytm FASTag નો ઉપયોગ કરી શકો છો?


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments