ભારતીય સંસ્કૃતિ તેના સંસ્કાર માટે પણ જાણીતી છે અને આ જ સંસ્કારને જાળવી રાખતા ભારતના કેરટેકર ઈઝરાયેેલ-પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં સંકટમાં છે.ઈઝરાયેેલમાં થયેલા આતંકવાદી હુમલામાં ચારેકોર ચીસો..મૃત્યુ..કાળજું કંપાવતી આ પરિસ્થિતિમાં ભારતીયોના જીવનની સલામતી અંગે ચિંતા છે.
હમાસે ઈઝરાયેેલ પર અચાનક હુમલો કર્યો.જેમાં સેંકડો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હમાસ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે. કેરળની રહેવાસી આ મહિલા છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેેલમાં કેરટેકર તરીકે કામ કરી રહી છે. એક તરફ ઈઝરાયેેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં દુનિયા વહેંચાઈ છે. તો બીજી તરફ ભારત પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. ભારતીય સંભાળ રાખનારાઓના જૂથનો પણ સમાવેશ થાય છે જેઓ ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં કુટુંબ સંભાળના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે. આમાંના મોટા ભાગના ભારતીયો છે જેઓ ઈઝરાયેેલના વડીલોની સંભાળ લઈ રહ્યા છે.
ઇઝરાયેલમાં ભારતીયોની સુરક્ષાનો પ્રશ્ન
ભારતીયો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત
ઇઝરાયેલમાં ભારતીઓ સંકળાયેલા છે કેરટેકરના વ્યવસાય સાથે
ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે
હુમલામાં કેરળ નિવાસી કેરટેકર શીજા આનંદ પણ ઘાયલ
મે 2021માં કેરળની સૌમ્યા રોકેટ હુમલામાં મૃત્યુ પામી હતી
બંને ઘટનાઓમાં એક જ બાબત જોવા મળી હતી કે બંને મહિલાઓ પરિવારનું ધ્યાન રાખતી હતી. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ભારતીયોના જીવનની સલામતી અંગે ચિંતા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ મામલે કેન્દ્ર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ઈઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધથી ભારતને સૌથી મોટું નુકસાન શું થશે?