ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે, ઠેર ઠેરથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો કે વિશ્વભરમાંથી કેટલાક દેશો સમર્થન આપતા આગળ પણ આવી રહ્યા છે, ત્યારે ક્યા દેશો કોને સમર્થન કરી રહ્યા છે, અને આ યુધ્ધથી મૃત્યુઆંક કેટલે પહોંચ્યો છે. અત્યાર સુધી કેટલી તબાહી સર્જાઇ છે.
પાંચ દિવસથી આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. ઇઝરાયલના હુમલાથી ગાઝામાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઈઝરાયલે ગાઝામાં હમાસની 200 જગ્યાઓ પર રાતોરાત તાબડતોબ હુમલા કર્યા. ગાઝાપટ્ટીમાં પૂરજોશમાં બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. મોટી મોટી ઇમારતો પતાના ઘરની જેમ કડડભૂસ થઇ રહી છે. ઈઝરાયેલની વાયુસેનાએ આ અંગે માહિતી આપતા કહ્યુ છે કે તેના ફાઇટર જેટ્સે ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી અને ગાઝા નેશનલ બેન્ક પર બોમ્બમારો કર્યો છે.
કમાન્ડર મોહમ્મદ ડેઈફના પિતાના ઘર પર હુમલો
હુમલાઓમાં મોહમ્મદ ડેઈફના ભાઈનું મોત
હમાસના બે રાજકીય નેતાઓ પણ માર્યા ગયા
ઈઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે હમાસના એન્જિનિયરોને આ યુનિવર્સિટીમાં જ તાલીમ આપવામાં આવી હતી. આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરતી હતી. અહિં ટ્રેનિંગ લીધા બાદ એન્જિનિયર હમાસ માટે હથિયાર બનાવતા હતા. ઈઝરાયલની વાયુસેનાએ હમાસ કમાન્ડર મોહમ્મદ ડેઈફના પિતાના ઘર પર પણ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ડેઈફના ભાઈનું મોત થયું છે. આ સિવાય હમાસના બે રાજકીય નેતાઓ પણ માર્યા ગયા છે.
ઈઝરાયેલની સેનાએ પોતાના સતાવાર ટ્વીટર એકાઉન્ટથી આ બોમ્બ ધડાકાની તસવીરો જાહેર કરીને કહ્યું છે કે હમાસે શિક્ષણના કેન્દ્રને વિનાશના કેન્દ્રમાં બદલી નાખ્યું હતું. થોડા સમય પહેલા અમારી સેનાએ હમાસના એક મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવ્યો હતો. આ યુનિવર્સિટીમાં હમાસે ટ્રેનિંગ કેમ્પ બનાવી દીધુ હતુ. અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સ શીખવવામાં આવી રહી હતી. ઈઝરાયલની સેના ગાઝાપટ્ટીમાં અનેક ટાર્ગેટને નષ્ટ કરવામાં આવી રહ્યા છે.
વિશ્વભરમાંથી ઈઝરાયેલ અને હમાસને સમર્થન
ઈઝરાયેલને સૌથી વધુ સમર્થન
હાથમાં ટોર્ચ લઇને સમર્થન
બંને પક્ષોના મૃત્યુઆંક 3500ને પાર
વિશ્વભરમાંથી ઈઝરાયેલ અને હમાસને સમર્થન મળી રહ્યુ છે, જેમાં ઈઝરાયેલને સૌથી વધુ સમર્થન મળી રહ્યુ છે. જેમાં #સ્ટેન્ડ વીથ ઇઝરાયેલ નામ સાથે ક્યાંક હાથમાં ટોર્ચ લઇને તો ક્યાંક ફલેગ માર્ચ કરીને વિશ્વભરમાંથી દેશો આગળ આવી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યારસુધીમાં બંને પક્ષોના મૃત્યુઆંક 3500ને પાર કરી ગયો છે. ઇઝરાયેલના 700થી વધુ અને ગાઝાના લગભગ 600થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે બંને તરફથી 10,000 જેટલા લોકો ઘાયલ થયા છે. યુએનના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં ગાઝામાંથી 2.60 લાખ લોકોએ સ્થાળાંતરણ કર્યુ છે. હવે એ જોવું રહ્યુ કે આ ભીષણ યુધ્ધ ક્યા જઇને અટકે છે અને ભવિષ્યમાં હજુ કેટલી તબાહી સર્જે છે.