IPLની બીજી મેચ PBKS vs DC એટલે પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. બીજી મેચ ચંદીગઢના મહારાજા યાદવિંદર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનમાં પહેલીવાર IPLનું આયોજન થાય. દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંત 14 મહિના પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે, જ્યારે પંજાબ કિંગ્સની કપ્તાની શિખર ધવન કરશે.
મહારાજા યાદવિંદર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
આ સિવાય બેટ્સમેનોને આ મેદાન પર રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન આ સ્ટેડિયમમાં કુલ 23 T20 મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 15 મેચ જીતી હતી અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 8 મેચ જીતી હતી. પ્રથમ દાવની સરેરાશ 148 રનની હતી. આવી સ્થિતિમાં, ટોસ જીત્યા પછી, ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવા માંગે છે.
ચાહકો આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા
IPL 2023માં ખરાબ પ્રદર્શન બાદ બંને ટીમ આ વખતે શાનદાર શરૂઆત કરશે. ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ 9મા ક્રમે અને પંજાબ કિંગ્સ 8મા ક્રમે હતું. PBKS vs DC – ચાહકો આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. આ સિવાય બંને ટીમ IPLમાં એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી. આવી સ્થિતિમાં પ્રથમ મેચમાં વધુ સારા પ્રદર્શન સાથે બંને ટીમોની નજર ચેમ્પિયન બનવા પર રહેશે.
રિષભ પંતે રિકવરી માટે કરી ઘણી મહેનત
છેલ્લા દોઢ વર્ષમાં પંતે પોતાની રિકવરી માટે ઘણો પરસેવો પાડ્યો છે. તેની વાપસીથી દિલ્હીના ચાહકો અને ટીમમાં એક અલગ જ ઉર્જા છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે પંત મેચમાં વિકેટ કીપિંગ કરશે કે નહીં. જો પંત વિકેટકીપિંગ નહીં કરે તો આ જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ અથવા દક્ષિણ આફ્રિકાના ટ્રીસ્ટન સ્ટબ્સને આપવામાં આવી શકે છે.
સંભવિત ડ્રીમ 11 ટીમ
પહેલી ટીમ
- વિકેટકીપર- ઋષભ પંત, પ્રભસિમરન સિંહ
- બેટ્સમેન- ડેવિડ વોર્નર, શિખર ધવન (વાઈસ કેપ્ટન), જોની બેરસ્ટો
- ઓલરાઉન્ડર- મિશેલ માર્શ (કેપ્ટન), અક્ષર પટેલ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન
- બોલર- કુલદીપ યાદવ, કાગીસો રબાડા.
બીજી ટીમ
- ઓલરાઉન્ડર- મિશેલ માર્શ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન)
- વિકેટકીપર- ઋષભ પંત
- બેટ્સમેન- ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો
- બોલર- કુલદીપ યાદવ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ
લાઈવ સ્ટ્રીમિંગ
IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ ટીવી પર જોઈ શકાય છે. આ સિવાય, Jio સિનેમા એપ ડાઉનલોડ કરીને, તમે IPL 2024 મેચના લાઇવ સ્ટ્રીમિંગનો મફતમાં આનંદ માણી શકો છો.
આ પણ વાંચો: IPL 2024: આ સીઝનમાં સ્માર્ટ રિપ્લે સિસ્ટમ જોવા મળશે