ભારત એ વિશ્વની સૌથી ઝડપથી ગ્રો કરતી કન્ટ્રી છે. ત્યારે ભારતને વિશ્વમાં આર્થિક મોરચે ટોચ પર પહોંચાડનાર એ ઉદ્યોગપતિઓના પણ નામ જાણવા જરૂરી છે. ટોપ ટેનની યાદીમાં સૌથી ટોચ પર નામ આવ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું, જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં બીજા ક્રમે આવ્યા છે.
મંગળવારે ‘360 વન વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023 જાહેર કરાયુ જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ રાખીને 8.08 લાખ કરોડની સંપત્તિ સાથે સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે. આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને સરક્યા છે ગયા છે, હાલમાં તેમની સંપત્તિ 4.74 લાખ કરોડ રૂપિયા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ. પૂનાવાલા રૂ. 2.78 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને યથાવત્ છે

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023
ક્રમ નામ સંપત્તિ (કરોડોમાં) કંપની
1 મુકેશ અંબાણી 808,700 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
2 ગૌતમ અદાણી 474,800 અદાણી ગ્રુપ
3 સાયરસ પૂનાવાલા 278,500 ભારતની સીરમ સંસ્થા
4 શિવ નાદર 228,900 HCL
5 ગોપીચંદ હિન્દુજા 176,500 હિન્દુજા ગ્રુપ
6 દિલીપ સંઘવી 164,300 સન ફાર્મા
7 એલએન મિત્તલ 162,300 આર્સેલર મિત્તલ
8 રાધાકિશન દામાણી 143,900 એવન્યુ સુપરમાર્ટ
9 કુમાર મંગલમ બિરલા 125,600 આદિત્ય બિરલા
10 નીરજ બજાજ 120,700 બજાજ ઓટો
આ યાદીમાં કુલ 259 અબજોપતિ છે, જે ગયા વર્ષ કરતાં 38 વધુ છે. ઝેપ્ટોના સ્થાપક કૈવલ્ય વોહરા આ યાદીમાં સૌથી યુવા અબજોપતિ છે. હુરુન લિસ્ટ લોન્ચ થયા બાદ પ્રથમ વખત આ યાદીમાં સામેલ અમીરોની સંચિત સંપત્તિ વધીને 109 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિંગાપોર, યુએઈ અને સાઉદી અરેબિયાના સંયુક્ત જીડીપી કરતાં પણ વધુ છે.