Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeSPORTSIndian Hockey Team: દેશના રાષ્ટ્રીય રમતમાં જીત્યો બ્રોન્ઝ

Indian Hockey Team: દેશના રાષ્ટ્રીય રમતમાં જીત્યો બ્રોન્ઝ

Share:

Indian Hockey Team એ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું. બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. તે 10 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે.

આ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ મેચ ગોલકીપર શ્રીજેશની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેણે ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. શ્રીજેશે બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 11 પેનલ્ટી કોર્નર બચાવ્યા હતા. આ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ, જેમાં તેણે 2 શાનદાર સેવ કર્યા.

Indian Hockey Team એ ઓલિમ્પિકમાં સતત બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોક્યોમાં ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ઓલિમ્પિક ગેમ્સમાં હોકીમાં 13મો મેડલ જીત્યો છે. ટીમનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા ટીમ 8 ગોલ્ડ અને એક સિલ્વર જીતી ચૂકી છે.

ભારતે 52 વર્ષ બાદ સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં હોકીમાં બ્રોન્ઝ જીત્યો છે. આ પહેલા ભારતીય હોકી ટીમે 1968 અને 1972માં ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: Vinesh Phogat: દેશની દીકરી દંગલ ન રમી શકી…


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments