Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeSPORTSChampions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ટ્રોફી જીતી

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ટ્રોફી જીતી

Share:

ટીમ India એ ફાઈનલમાં New Zealand ને 4 વિકેટથી હરાવીને Champions Trophy 2025 જીતી લીધી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 49 ઓવરમાં 252 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. 9 મહિનામાં કેપ્ટન તરીકે Rohit Sharma નું આ બીજું ICC ટાઇટલ છે. તેમણે ગયા વર્ષે 29 જૂને T-20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

રોહિત શર્માએ કપ્તાનીની ઇનિંગ રમી હતી અને શ્રેયસ (48 રન), KL Rahul (34 અણનમ), અક્ષર પટેલ (29 રન) રન ચેઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગમાં સૌથી મોટી ભૂમિકા Kuldeep Yadav એ ભજવી હતી, જેણે બે ઓવરમાં સતત 2 વિકેટ લઈને રમતને ભારતના કોર્ટમાં લાવી હતી. તેણે Rachin Ravindra અને કેન વિલિયમસનને પેવેલિયન મોકલ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ સ્કોર ડેરીલ મિશેલ (63 રન) હતો.

આ પણ વાંચો – ICC Champions Trophy 2025: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ટીમ ઇન્ડિયાએ ટ્રોફી જીતી લીધી છે. ફાઇનલમાં જીત સાથે ટીમે 12 વર્ષના લાંબા ગાળા બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા ટીમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોતાની એક્સ-પોસ્ટમાં કહ્યું, ‘એક અસાધારણ રમત અને અસાધારણ પરિણામ! ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments