કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત પર કેનેડામાં ખાલીસ્તાની આતંકી કે જેને તે કેનેડિયન નાગરિક કહે છે તેની હત્યાના પાયાવિહોણા આરોપ લગાવ્યા છે કથિત પુરાવાના આધાર પર કે જે અમેરિકન ગુપ્તચર એજન્સીએ આપ્યા છે.. આ વાત જેટલી ચોંકાવનારી છે એટલે કારણકે અમેરિકા જે કદાચ ભારત વિરુદ્ધ કેનેડાને મદદ કરી રહ્યું છે તે જ અમેરિકાએ અગાઉ એવા ઓપરેશન્સ પાર પડ્યા છે જેમાં અન્ય દેશોમાં જઈને ત્યાં આતંકી જાહેર થયેલા લોકોને ઠાર માર્યા હોય.. એટલે જ ભારત વિરુદ્ધ એક પણ પગલું ભરતા પહેલા, અરીસામાં ઝાંખે અમેરિકા.
કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કારણ, ખાલિસ્તાની આતંકવાદીની હત્યા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તે જ આતંકીને કેનેડાના નાગરિક ગણાવ્યો હતો અને તેની હત્યામાં ભારતની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ટ્રુડો જેના આધારે ભારત પર આ આરોપો લગાવી રહ્યા છે તે ‘કથિત પુરાવા’ તેમને અમેરિકન ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવ્યા છે. જો કે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે.
ભારત વિરુદ્ધ કેનેડાના આરોપો પર અમેરિકાની મૌન પ્રતિક્રિયા એક વિરોધાભાસી સ્થિતિ દર્શાવે છે. અમેરિકાએ કેનેડાના આરોપો પર ભારે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરશે. જ્યાં એક તરફ અમેરિકા ખાલીસ્તાની આતંકવાદીની હત્યા માટે કેનેડાને કથિત ઈનપુટ આપી રહ્યું છે તો બીજી તરફ ખુદ અમેરિકન સુરક્ષા એજન્સીઓ અન્ય દેશોમાં જઈને ઓપરેશન ચલાવી રહી છે.
ખાલીસ્તાની આતંકી પર ભારતને ઘેરી વળેલું અમેરિકા અરીસામાં જુએ તો આ 8 મૃતદેહો જોશે!
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
ઈરાની લશ્કરી કમાન્ડર, સુલેમાની
વર્ષ 2020માં બગદાદ એરપોર્ટની બહાર હવાઈ હુમલો
જેમાં માર્યા ગયા કુલ 10 લોકો
ઈરાનના સૈન્ય કમાન્ડર અને કુદ્સ ફોર્સ ચીફ સુલેમાની સામેલ
હુમલાની જવાબદારી લીધી અમેરિકાએ
2007માં અમેરિકાએ કુદ્સ ફોર્સને આતંકવાદી જાહેર કર્યું
4 જાન્યુઆરી 2020. ઈરાકની રાજધાની બગદાદમાં એરપોર્ટની બહાર હવાઈ હુમલો થયો. આ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર અને કુદ્સ ફોર્સ ચીફ સુલેમાની સહિત 10 લોકો માર્યા ગયા છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકાએ 2007માં કુદ્સ ફોર્સને આતંકવાદી જાહેર કર્યું હતું. સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા. ઈરાની સંસદે અમેરિકી સેનાને આતંકવાદી અને પેન્ટાગોને આતંકવાદી સંગઠન જાહેર કરીને બદલો લેવાની વાત કરી હતી.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
અબુ બકર અલ બગદાદી
2019માં ડોનાલ્ડ ટ્રેમ્પની જાહેરાત
ઇસ્લામિક સ્ટેટના નેતાને કર્યો ઠાર
અબુ બકર અલ બગદાદી સીરિયાના ઈડલીબમાં ઠાર
યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સનું સફળ ઓપરેશન
ઓક્ટોબર 2019માં, તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ બકર અલ બગદાદી સીરિયાના ઇદલિબમાં યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સ દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં માર્યો ગયો હતો.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
અલ-ઝવાહિરી
2022માં અમેરિકાનો ડાયવો
અલકાયદાના નેતાને બનાવ્યા નિશાન
અયમાન અલ ઝવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો
અલ-ઝવાહિરી કે જેણે 9/11 આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું
ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો હતો. અલ-ઝવાહિરી અને ઓસામા બિન લાદેને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
અનવર અલ-અવલાકી
2019માં યુએસનો યમનમાં ડ્રોન હુમલો
મુસ્લિમ ધર્મગુરુ અનવર અલ અવલાકીની હત્યા
આતંકવાદીઓની ભરતીનો લગાવ્યો હતો ગંભીર આરોપ
યુએસએ 2019માં યમનમાં ડ્રોન હુમલામાં અમેરિકન નાગરિક અને મુસ્લિમ ધર્મગુરુ અનવર અલ-અવલાકીની હત્યા કરી હતી. અમેરિકાએ અવલાકી પર કાવતરું ઘડવાનો અને આતંકવાદીઓની ભરતી કરવાનો આરોપ લગાવ્યો હતો.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
ઓસામા બિન લાદેન
2011માં અમેરિકન સ્પેશિયલ ફોર્સનું સફળ ઓપરેશન
પાકિસ્તાનના એબોટાબાદમાં લાદેનની હત્યા
ઓસામા બિન લાદેન કે જે 9/11 આતંકી હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
અમેરિકન સ્પેશિયલ ફોર્સે 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. ઓસામા 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
મહેર અલ-અગલ
જુલાઈ 2022માં યુએસ સૈન્યની જાહેરાત
ઇસ્લામિક સ્ટેટના આતંકીની હત્યા
માહેર અલ-અગલ પર ડ્રોન હુમલો
ISIS નેટવર્ક બનાવવાનો અમેરિકાનો આરોપ
જુલાઈ 2022 માં, યુએસ સૈન્યએ જાહેરાત કરી કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી મહેર અલ-અગલ ડ્રોન હુમલામાં માર્યા ગયા. અમેરિકાનો આરોપ છે કે અગલે ઈરાક અને સીરિયાની બહાર ISIS નેટવર્ક બનાવવાનું કામ કર્યું હતું.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
હમઝા બિન લાદેન
ઓસામા બિન લાદેનનો પુત્ર હતો હમઝા બિન લાદેન
યુએસ આર્મીનું સપ્ટેમ્બર 2019માં ઓપરેશન
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક માર્યો ગયો
ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક સપ્ટેમ્બર 2019 માં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં યુએસ આર્મી દ્વારા માર્યો ગયો હતો.
અમેરિકાએ અન્ય દેશમાં કરેલ આતંકીનો સફાયો
અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મી અલ-કુરેશી
યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનની 2022માં જાહેરાત
યુએસ સ્પેશિયલ ફોર્સનું આતંકવાદ વિરોધી ઓપરેશન ફરી સફળ
IS કમાન્ડર અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મીની હત્યા
અમેરિકન ફોર્સથી ઘેરાયા બાદ કુરેશે પોતાને બૉમ્બથી ઉડાવ્યો
યુએસ પ્રમુખ જો બિડેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સે સીરિયામાં આતંકવાદ વિરોધી ઓપરેશનના ભાગરૂપે IS કમાન્ડર અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મીને મારી નાખ્યો છે. અમેરિકન દળો દ્વારા ઘેરાવો કર્યા બાદ કુરેશીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.
અમેરિકા ઉપરાંત રશિયા, ઉત્તર કોરિયા, ઈરાન અને ઈઝરાયેલની એજન્સીઓ પર અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગનો આરોપ છે. જો કે, યુએસ લાંબા સમયથી દલીલ કરે છે કે તેની કામગીરી રશિયા જેવા દેશો સાથે ખૂબ ઓછી સમાનતા ધરાવે છે. અમેરિકા દાવો કરે છે કે તેની કામગીરીમાં તમામ કાનૂની સમીક્ષાઓ અને ધમકીના મૂલ્યાંકનને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમજ જ્યારે શકમંદને પકડવો કે ધરપકડ કરવી શક્ય ન હોય ત્યારે જ આવી કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં જોવું એ રહેશે કે ભારત-કેનેડા તણાવમાં અમેરિકાનું સ્પષ્ટ વલણ શું હશે. શું તે ભારત સાથેની ગાઢ મિત્રતાને ભૂલી જશે અને આમ જ કેનેડાને ભારત વિરુદ્ધ પગલાં ભરવામાં મદદ કરતું રહેશે. શું તે ભારત અને કેનેડા વચ્ચેના વણસેલા સંબંધો સુધારવામાં મદદ કરશે કે પછી આગમાં વધુ ઘી નાખવાનું કામ કરશે?