Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeRELIGIONસર્વપિતૃ અમાસના દિવસે દૂર કરો પિતૃદોષ, મેળવો પૂર્વજોના આશિર્વાદ

સર્વપિતૃ અમાસના દિવસે દૂર કરો પિતૃદોષ, મેળવો પૂર્વજોના આશિર્વાદ

Sarva Pitru Amavasya 2022: સર્વપિતૃ અમાસ 25 સપ્ટેબરના દિવસે છે, આ પાવન દિવસે દાન કરો અને પિતૃદોષ સમાપ્ત કરો.

Share:

Sarva Pitru Amavasya 2022: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સર્વપિતૃ અમાસના દિવસે દાન કરવામાં આવે તો થઇ જાય છે સર્વ દુઃખ દૂર અને તમને મન માગ્યુ ફળ પણ મળે છે તથા પિતૃઓના આશિર્વાદ મળે છે.

Sarva Pitru Amavasya 2022: હિન્દુ ધર્મમાં પિતૃઓની આત્માની શાંતિ માટે દર વર્ષે પિતૃપક્ષમાં પિતૃઓને શ્રાદ કે પિંડદાન કરવાનો રિવાજ હોય છે. આ વર્ષે પિતૃપક્ષની શરૂઆત 10 સપ્ટેમ્બરે થઇ હતી અને 25 સપ્ટેબરે પિતૃપક્ષનો અંતિમ દિવસ એટલે સર્વપિતૃ અમાસ છે. હિન્દુધર્મ અનુસાર અશ્વિનમહિનાની અમાસ એટલે સર્વપિતૃ અમાસ કે જે મહાલયા અમાસના નામે પણ ઓળખાય છે. પૌરાણિક માન્યતા મુજબ સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓની આત્મા ધરતીલોકમાંથી વિદાઇ લે છે અને આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે દાન કરવામાં આવે છે. સર્વપિતૃ અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી મનોવાંછિત ફળ મળે છે અને સર્વદુઃખમાંથી મુક્તિ મળે છે.

  1. ગોળનું દાન કરવું-
    સર્વપિતૃ અમાસના દિવસે ગોળનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જેના લીધે પરિવારના સભ્યો વચ્ચે એકતા વધે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
  2. મીઠાનું દાન-
    સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેના ઘરનું આપણે મીઠું(ભોજન) આરોગીએ છીએ તેના આપણે ઋણી રહીએ છીએ. એટલે કહેવામાં આવ્યું છે કે મીઠાનું ઋણ ઉતારવું જરૂરી છે. માટે આ દિવસે મીઠાનું દાન કરીને આપણે આપણા પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવીએ છીએ. આપણા માથે પિતૃઓના ઋણનો ભાર ઉતરી જાય છે.
  3. અનાજનું દાન-
    પિતૃપક્ષમાં ગરીબોને અનાજનું દાન જરૂર કરવું જોઇએ. પિતૃપક્ષની અમાસના દિવસે ગરીબોને ઘઉં અને ચોખાનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને આપણા અટકેલા કામ પૂરા થાય છે.
  4. ગાયના ઘીનું દાન-
    હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન ગણવામાં આવે છે અને ગાયની પૂજા કરવામાં આવે છે, માટે ગાયના ઘીનું દાન કરવાની હિન્દુ ઘર્મમાં પરંપરા છે. સર્વપિતૃ અમાસના દિવસે ગાયના ઘીનું દાન કરવાથી સર્વપિતૃની આત્માને શાંતિ મળે છે. જેથી તમારા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્વિ વધે છે.
  5. ચાંદીનું દાન-
    સર્વપિતૃ અમાસના દિવસે ચાંદીથી ગઢાયેલી કોઇપણ વસ્તુનું દાન કરવાથી ઘરમાં શાંતિ વધે છે અને ચાંદીનું દાન અંત્યન્ત ફળદાયી છે. માટે દુધ, ચોખાની સાથે ચાંદીનું દાન કરવાનું મહત્વ છે.
  6. કાળા તલનું દાન-
    સર્વપિતૃ અમાસના દિવસે કાળાતલનું દાન કરવાથી સર્વસંકટમાંથી મુક્તિ મળે છે. જો શ્રાદના દિવસોમાં તમે કોઇ વસ્તું દાન ના કરી શકતા હોવ તો માત્ર કાળા તલનું દાન કરવાથી પણ તમને બધા દાનનું જ ફળ પ્રાપ્ત થાય છે. કાળા તલનું દાન કરવાથી તમને સર્વપિતૃનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે, અને બધા દુઃખ દૂર થાય છે.

તો આ પ્રમાણે જો તમે સર્વપિતૃ અમાસના દિવસે જો તમે દાન કરો તો આપ પણ આપના પિતૃઓનો દોષ દૂર કરી તેમના આશિર્વાદ મેળવી શકો છો.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments