Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSGujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર...

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરાયા

Share:

Gujarat Rain: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરાયા

ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં મેઘરાજાએ થડ બડા ટી બોલાવી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

અમદાવાદની વાત કરીએ તો 25 ઓગસ્ટની રાતથી 26 ઓગસ્ટની રાત સુધી ધોધમાર વરસાદ વર્ષો છે. જેને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચકોડીયા મહાદેવ, હાટકેશ્વર , ખોખરા, નિકોલ, જશોદાનગર, ઇસનપુર, નારોલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો પૂર્વ વિસ્તારમાં ચાંદલોડિયા, શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, અખબાર નગર, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાય છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જૂનાગઢ દ્વારકા સહિતના અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે આ તમામ જિલ્લાઓમાં નદીઓ બે કાંઠે વહેવા લાગી છે દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે માછીમારોને આવનારા પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક જાહેર કરાયા:

વરસાદને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ૦૨૮૧-૨૪૭૧૫૭૩/૧૦૭૭, પોલીસ કંટ્રોલ રૂમને ૧૦૦, આર.એમ.સી. (રાજકોટ મહાનગરપાલિકા) ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને ૦૨૮૧-૨૨૨૭૨૨૨/૧૦૧, પી.જી.વી.સી.એલ. હેલ્પલાઇન નંબર ૧૯૧૨૨ પર સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત, તાલુકા પ્રમાણે જોઈએ તો પડધરી તાલુકા માટે ૦૨૮૨૦-૨૩૩૦૫૯, લોધીકા તાલુકા માટે ૦૨૮૨૭-૨૪૪૨૨૧, કોટડાસાંગાણી તાલુકા માટે ૦૨૮૨૭-૨૭૬૨૨૧, જસદણ તાલુકા માટે ૦૨૮૨૧-૨૨૦૦૩૨, ગોંડલ ગ્રામ્ય/શહેર માટે ૦૨૮૨૫-૨૨૦૦૯૩, જામકંડોરણા તાલુકા માટે ૦૨૮૨૪-૨૭૧૩૨૧, ઉપલેટા તાલુકા માટે ૦૨૮૨૬-૨૨૧૪૫૮, ધોરાજી તાલુકા માટે ૦૨૮૨૪-૨૨૧૮૮૭, જેતપુર ગ્રામ્ય/શહેર માટે ०૨૮૨૩-૨૨૦૦૦૧ અને વિંછીયા તાલુકા માટે ૦૨૮૨૧-૨૭૩૪૩૨ – આ ટેલિફોન નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments