Gujarat માં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, 11 જુલાઈ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
Gujarat માં ક્યાં કેટલો વરસાદ?
- સૌથી વધુ કચ્છમાં સિઝનનો 57.93 ટકા વરસાદ
- દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા વરસાદ
- સૌરાષ્ટ્રમાં સિઝનનો 47.01 ટકા વરસાદ
- મધ્ય ગુજરાતમાં સરેરાશ 45.90 ટકા વરસાદ
- ઉત્તર ગુજરાતમાં સરેરાશ 42.08 ટકા વરસાદ
- રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 47.77 ટકા વરસાદ
એક તરફ રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 24 ડેમ 100 ટકા ભરાયા છે, તો 54 ડેમમાં 70 ટકાથી વધુ પાણીનો સંગ્રહ છે. 44 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંચય નોંધાયું છે. 40 ડેમમાં 25 ટકાથી 50 ટકા પાણીનો સંગ્રહ છે અને 44 ડેમમાં હાલ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. તો બીજી તરફ રાજ્યના 38 ડેમ હાઈ એલર્ટ પર છે. 20 ડેમ માટે એલર્ટ જાહેર કરાયું છે, તો 20 ડેમ માટે વોર્નિંગ જાહેર થયું છે.
આ પણ વાંચો – Bridge Collapse: અનેક લોકોના મોત, જવાબદાર કોણ?
વિવિધ જિલ્લામાં NDRFની 13 અને SDRFની 20 ટીમોને તેનાત કરવામાં આવી છે. ખાસ કરીને જે આખી સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ વડોદરાની વાત કરવામાં આવે તો NDRF ની બે ટીમોને ત્યાં પણ રિઝર્વ રાખવામાં આવી છે. કારણ કે ગત વર્ષની જ વાત કરવામાં આવે તો વડોદરાની સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. માછીમારોને 14 જુલાઈ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે.