Gujarat Alert – ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ ચાલુ છે. વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત 10 થી વધુ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. વડોદરામાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે.
વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 13.5 ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે.
ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરાયા
- વડોદરા કોર્પોરેશન હેલ્પલાઈન નં. – 1800 233 0265
- ફ્લડ કંટ્રોલરૂમ નં. – 0265 242592
- NDRF હેલ્પલાઈન નં. – 9711077372
- એનિમલ હેલ્પલાઈન વી કેર- 9409027166
સુરતના પર્વતગામ ખાતે ખાડીપૂરે એક યુવકનો ભોગ લીધો.30થી 32 વર્ષનો યુવક ગળાડૂબ પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો એ સમયે ધસમસતા વહેણમાં તણાઈ ગયો. તો લિંબાયત કમરુનગર પાસે ભરાયેલા પાણીમાં સવારે સગર્ભા મહિલા અને નવજાત બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હજુ પણ શહેરમાં આવેલા ખાડીપૂરમાં 15000થી વધુ લોકો ફસાયેલા છે..
આ પણ વાંચો: Chamkila: OTT પર આ ટોચની 5 ફિલ્મો કયા સ્થાને?
Gujarat Alert – હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 26 જૂન 2024 બુધવારના રોજ ગુજરાતના પંચમહાલ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બંને જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે તંત્ર દ્વારા પણ બચાવ અને સુરક્ષાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.