Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeNATIONALExit Poll : પાંચ રાજ્યોના એગ્ઝિટ પોલની ઝલક

Exit Poll : પાંચ રાજ્યોના એગ્ઝિટ પોલની ઝલક

Exit poll 2023: પાંચ રાજ્યોના વિધાનસભામાં કોને મળશે સત્તા?

Share:

Exit Poll : મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમના એગ્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ રાજસ્થાનમાં ભાજપને સત્તા મળવાની આશા છે.

મધ્ય પ્રદેશમાં કાંટાની ટક્કર

મધ્યપ્રદેશના મતદારોએ 18 નવેમ્બરે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં 76 ટકાથી વધુ મતદાન થયું હતું. 2018ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 75.63 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની વિશ્વસનીયતા દાવ પર છે.

છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને

છત્તીસગઢની વાત કરીએ તો બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 7મીએ થયું હતું અને બીજા તબક્કાનું મતદાન 17મી નવેમ્બરે થયું હતું. આ નક્સલ પ્રભાવિત રાજ્યમાં 69.78 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં ભૂપેશ સિંહ બઘેલના ભાવિનો નિર્ણય પણ 3 ડિસેમ્બરે થશે.

રાજસ્થાનમાં જીતશે કોણ?

રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં 75.45 ટકા મતદાન થયું છે, જે છેલ્લી વિધાનસભા ચૂંટણી કરતાં વધુ છે. અશોક ગેહલોત રાજસ્થાનમાં પાછા ફરશે કે પછી ભાજપ 5 વર્ષના દુષ્કાળને ખતમ કરશે તેના પર સૌની નજર રહેશે.

તેલંગાણામાં શું થશે?

તેલંગાણામાં ગુરુવારે 119 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મતદાન બાદ એગ્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. આનાથી સંકેત મળી ગયો છે કે કયા રાજ્યમાં કયા પક્ષની સરકાર બની રહી છે.

મિઝોરમમાંં ZPMને ​​જંગી બહુમત!

મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. એક તરફ, MNFનો સંપૂર્ણ જોર ઇતિહાસનું પુનરાવર્તન કરવા પર છે, તો બીજી તરફ, કોંગ્રેસ પણ પાંચ વર્ષ પછી સત્તામાં પાછા ફરવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. ZPM (ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ) રાજ્યમાં એક મુખ્ય પાર્ટી તરીકે ઉભરી આવી છે. સર્વે અનુસાર પાર્ટીને જંગી બહુમતી મળી શકે છે. 

Read This also: Surat Agnikand: કેમિકલ ફેકટરીમાં આગ, 7 શ્રમજીવીના મોત


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

આ રાશિના જાતકો આ મહિને જરા સાચવી લેજો! November Horoscope: જાણો કેવી રહેશે આપની દિવાળી? Singham Again: જાણો કોણ છે સૌથી મોંઘો સ્ટાર? Mukesh Dalal: સુરતમાં રચાયો ઈતિહાસ, બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ Summer: આ ગરમી મારી નાખશે! પણ તમે સાચવી લેજો..