દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ કોમ્પ્લેક્ષનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. આ ‘DIAMOND BOURSE’ કટિંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વેપારીઓ માટે સૌથી મોટું કેન્દ્ર બનશે. 67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય નવ ટાવરમાં ફેલાયેલી આ ઈમારત સંપૂર્ણપણે ગ્રીન એટલે કે ઈકો ફ્રેન્ડલી છે. આ ‘DIAMOND BOURSE’ કોમ્પ્લેક્ષ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ ગણાતું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે.
ડાયમંડ બુર્સની વિશેષતા
- એકસાથે 67 હજાર લોકો કામ કરી શકે તેવી ક્ષમતા
- હાઈસિક્યોરિટી ચેક પોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
- 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ, 4500થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
- યુટીલિટી સર્વિસિસને મોનિટરીંગ કરવા મેનેજમેન્ટ સિસ્ટમ
- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર ‘સ્પાઈન’
- આયાત-નિકાસ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં 04 અલગ-અલગ સેફ વોલ્ટની સુવિધા ઉપલબ્ધ
- કોમન પેસેજને ઠંડો રાખવા માટે રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ
- મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબની સુવિધા
- યુટીલિટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- પ્રત્યેક બે ટાવર વચ્ચે 6 હજાર સ્કવેર મીટર જેટલું ગાર્ડન
- સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- 5-5 એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ, 7 પેડેસ્ટ્રીયન ગેટ
સુરત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન
PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. ટર્મિનલ બિલ્ડિંગમાં પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે, જે વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતાને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જાય છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનો ફાયદો
- સુરતની ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે
- સુરત આંતરરાષ્ટ્રીય વિમાનના પરિદ્રશ્યમાં એક મુખ્ય કેન્દ્ર બનશે
- હીરા અને કાપડ ઉદ્યોગો માટે આયાત-નિકાસની સુવિધામાં વધારો
- ટેક્સટાઈલ, જરી, કેમિકલ એન્ડ એન્જીનિયરીંગ ઉદ્યોગને પણ ફાયદો
- સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવાશે
- આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહત્વનું પરિબળ સાબિત થશે
- રાજ્યની આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે
- પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે
આ પણ વાંચો: PM મોદીએ વિષ્ણુ દેવ સાંઈની શપથવિધિ દરમિયાન સ્ટેજ પર ટેબલ ખસેડવામાં મદદ કરી