બંગાળની ખાડીમાંથી ઉદભવેલું Cyclone Fengal આજે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તે આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 75-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચેન્નાઈ, ચેંગલપેટ, કાંચીપુરમ, તિરુવલ્લુર, કુડ્ડલોર, નાગાપટ્ટિનમમાં સતત વરસાદ ચાલુ છે. આ 6 જિલ્લામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મંગળવારે ચેન્નાઈમાં 7 ફ્લાઈટ મોડી પડી હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી M K Stalin એ Cyclone Fengal ની અસર અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. NDRFની 7 ટીમો તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડ્ડલોર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો – Urvil Patel: સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
તામિલનાડુ અને પુડુચેરીમાં 7મી નવેમ્બરે અમુક સ્થળોએ ખૂબ ભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના, 28મી અને 29મી નવેમ્બરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ માટે ચેતવણી. 27 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. 28 અને 29 નવેમ્બરે ભારે વરસાદની ચેતવણી છે. 27 અને 28 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
સાઉદી અરેબિયા દ્વારા પ્રસ્તાવિત
આ તોફાનનું નામ ‘ફેંગલ’ Saudi Arabia દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (UNESCAP) ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે.