Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALChhatisgarh: બીજા તબક્કામાં 3 બેઠક પર મતદાન

Chhatisgarh: બીજા તબક્કામાં 3 બેઠક પર મતદાન

Share:

લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ Chattisgarh મહત્ત્વનું સ્થાન ધરાવે છે. થોડાં મહિના પહેલા અહીં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી હતી. Chattisgarh ની 11 બેઠકો પર 3 તબક્કામાં મતદાન થશે. છત્તીસગઢમાં 19 એપ્રિલે 1 બેઠક પર, 26 એપ્રિલે 3 બેઠકો પર અને 7 મેના રોજ 7 બેઠકો પર ચૂંટણી યોજાશે. 26 એપ્રિલે રાજનાંદગાંવ, મહાસમુંદ અને કાંકેરમાં મતદાન થશે. કાંકેર હાલ ન્યૂઝ ટ્રેન્ડમાં છે, કારણ કે દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તેવામાં છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

કાંકેર લોકસભા બેઠક

છત્તીસગઢની 11 લોકસભા સીટોમાંથી કાંકેર એક એવી સીટ છે જ્યાં ચૂંટણી હંમેશા રસપ્રદ રહે છે. તેનું કારણ અહીંના ઉમેદવારો અને લોકોનો મિજાજ છે. કાંકેર બેઠક પર માત્ર બે નેતાઓ એક કરતા વધુ વખત જીતી શક્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોને જનતાએ ક્યારેય બીજી તક આપી નથી. કાંકેર બેઠક પર અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. આ વખતે પણ આ બંને પક્ષો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. બસ્તરથી અલગ થયા પછી કાંકેર જિલ્લાની રચના થઈ ત્યારથી, મતદારોએ અહીં લોકસભા બેઠક માટે સ્થાનિક ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ જ કારણ છે કે ભાજપે ભોજરાજ નાગને અને કોંગ્રેસે બિરેશ ઠાકુરને ટિકિટ આપી છે.

રાજનાંદગાંવ લોકસભા બેઠક

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યની રાજનાંદગાંવ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બઘેલ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસના મુખ્ય OBC ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે ભાજપે સંતોષ પાંડેને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. સંતોષ પાંડેની RSSમાં ઊંડી પકડ છે. કેન્દ્રીય નેતૃત્વમાં પણ સારી છબી સ્થાપિત કરી છે. તેઓ ગત ચૂંટણીમાં 1.12 લાખ મતથી જીત્યા હતા. BJPનો ગઢ બની ગયેલા રાજનાંદગાંવની લડાઈ ભૂપેશ બઘેલ માટે માત્ર એક બેઠકની લડાઈ નહીં પરંતુ એક મોટો મુદ્દો બની ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આ બેઠક પર જીતથી મેળવવી તેમના માટે જરૂરી છે.

મહાસમુંદ લોકસભા બેઠક

મહાસમુંદ લોકસભા પણ છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક છે. મહાસમુંદ લોકસભા બેઠકને છત્તીસગઢની રાજનીતિનું કેન્દ્ર કહેવામાં આવે છે. આ બેઠકને છત્તીસગઢની સૌથી જૂની લોકસભા બેઠક માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ આ વિસ્તારમાં કોંગ્રેસનો સારો દબદબો છે. જો કે, છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં, ભાજપે અહીં સતત પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ વખતે ભાજપ તરફથી ઉમેદવાર રૂપ કુમારી ચૌધરી છે, જ્યારે પૂર્વ મંત્રી તામ્રધ્વજ સાહુને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિગ્ગજ નેતાને ઉમેદવાર બનાવીને કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યની 26 બેઠક પર ચિત્ર સ્પષ્ટ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments