BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિ પર દિક્ષા સમારોહ યોજાયો. જ્યાં US, કેનેડા અને ભારતમાં જન્મેલા 30 સુશિક્ષિત યુવાનોએ દીક્ષા લીધી… આ યુવાનોએ સેવા, બલિદાન અને ભક્તિ માટે જીવન સમર્પિત કર્યું.
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિ પર બીજી ઓક્ટોબર, 2023ના રોજ એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું… પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા તથા ભારતમાં જન્મેલાને ઊછરેલા 30 સુશિક્ષિત યુવાનોએ વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા…આ યુવાનોએ જીવનને નિઃસ્વાર્થપણે જીવવાની અને સેવાની યાત્રાની શરૂઆત કરી. દીક્ષા સમારોહ અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિના માર્ગદર્શન માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ 30 યુવાન પુણ્ય આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે… જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ તથા વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત હતા…આ યુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે, જેઓ તેમનાં માતાપિતાના એકમાત્ર સંતાન છે…. જે દર્શાવે છે કે તેમનાં માતા-પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વહાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દીક્ષા લેવાની મંજૂરી આપી છે…જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અનેક લોકોના જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.
આ દિક્ષા દિવસ સાથે અક્ષરધામ મહામંદિરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી માટે “મૂલ્યો તેમજ અહિંસાનો ઉત્સવ” નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું… જેમાં સમગ્ર ઉત્તર અમેરિકામાંથી ભક્તો અને શુભેચ્છકો સત્ય, અહિંસા અને સમાનતા સહિતના હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા… આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીના જીવન અને કાર્યનું સન્માન કરે છે, જેમણે ભારતની આઝાદી માટેના સફળ પ્રયાસોમાં અહિંસક પ્રતિકારનો સફળ ઉપયોગ કર્યો હતો… અહિંસા અને શાંતિના આ સમાન મૂલ્યો હિંદુ શાસ્ત્રોમાં અંકિત છે.