દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત લીધી ગુજરાતની મુલાકાત દરમિયાન અને અરવિંદ કેજરી વાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી આવતાં જ ભાજપ સરકાર ડરી ગઈ છે અને તેમણે પોલીસ ખાતા માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી દીધી. જોકે વાસ્તવમાં પોલીસ કર્મચારીઓની ગ્રેડ-પેમાં વધારાની માંગ હતી ભાજપ સરકારે આ માંગને પુરી ન કરી અને માત્ર મોંઘવારી જેવા ભથ્થાઓમાં નજીવો વધારો કરી દીધો. અરવિંદ કેજરીવાલે કટાક્ષ કરતાં કહ્યું કે પોલીસ કર્મીઓ આ ભથ્થાને લઈ લે, સ્વીકારી લે અને અંદરખાને અમારા માટે, આમ આદમી પાર્ટી માટે કામ કરે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી સાથે વિજય બનાવે અને આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ચાર મહિનાની અંદર અમે પોલીસ કર્મીઓને ગ્રેડ-પે વધારી આપીશું.
આવો સાંભળીએ આખરે અરવિંદ કેજરી વાલે શું કહ્યું