Friday, 16 Jan, 2026
spot_img
Friday, 16 Jan, 2026
HomeNATIONALDelhi Pollution: દેશની રાજધાનીના હાલ બેહાલ

Delhi Pollution: દેશની રાજધાનીના હાલ બેહાલ

દેશની રાજધાનીમાં વાયુ પ્રદૂષણ AQI 400ને પાર. દિલ્હી સરકારે ફરી એકવાર ઓડ-ઇવન રૂલ લાગુ કરવાનો નિર્યણ લીધો છે.

Share:

પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી દિલ્હી હચમચી ગયું છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તાની વાત કરીએ તો મંગળવારે સવારે પણ તે 'ગંભીર' શ્રેણીમાં રહી હતી.

દિલ્હીમાં પ્રદૂષણનું કારણ

દિલ્હીની એક તરફ હિમાલય અને અરવલી પર્વતો છે અને બીજી બાજુ ડેક્કન ઉચ્ચપ્રદેશ છે. આવી સ્થિતિમાં નીચા તાપમાનને કારણે અથવા વરસાદના અભાવને કારણે અને પ્રદૂષિત હવાના સતત પ્રવાહને કારણે પ્રદૂષણનું સ્તર વધવા લાગે છે. આમાં પરાળ સળગાવવાની ઘટનાઓ પ્રદૂષણ પેદા કરે છે અને હવા સતત જોખમી બને છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સળગાવવામાં આવતું પરાળ અને અન્ય પ્રદૂષણ પણ દિલ્હી તરફ આવે છે. શિયાળામાં હવા ઠંડી થઈ જાય છે અને હવામાં રહેલા ધૂળના કણો વહી શકતા નથી. દિલ્હી-NCR ચારે બાજુથી ઊંચા બાંધકામોથી ઘેરાયેલું છે, તેથી આ પ્રદૂષિત હવા અહીં ફસાઈ જાય છે.

દિલ્હીમાં ઓડ-ઇવન રૂલ

પ્રદૂષણના કારણે દિલ્હી રહેવા માટે સૌથી ખરાબ જગ્યાઓ માંથી એક બની ગઈ છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઘણા નવા નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. એમાં સૌથી મોટો નિયમ ઓડ-ઇવન રૂલ છે. દિલ્હી સરકારે ફરી એકવાર ઓડ-ઇવન રૂલ લાગુ કરવાનો નિર્યણ લીધો છે. જેના માટે 13 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચેની તારીખ નક્કી કરવામાં આવી છે.

પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ

પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી દિલ્હી હચમચી ગયું છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ સાથે માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ગળા અને નાકમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ રહી છે. ડૉક્ટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વાયુ પ્રદૂષણની માનવ શરીરના સ્વાસ્થ્ય પર થતી ખતરનાક અસરો વિશે જણાવ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણને કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહીં હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને આર્થરાઈટીસ જેવી ગંભીર બીમારીઓ પણ લોકોના જીવનમાં પ્રવેશી શકે છે. પ્રદૂષણની સીધી અસર ગર્ભવતી મહિલા પર પણ પડી શકે છે.

વાયુ પ્રદૂષણ, સાવચેત રહો

  • અતિ પ્રદૂષિત વાતાવરણમાં જવાનું ટાળવું
  • સવારે વહેલા ચાલવા ન જવું
  • મોટી ઉંમરના લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ
  • પ્રદૂષણથી બચવા માટે દરેક શક્ય પ્રયાસ કરો
  • પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરો
  • સારી ગુણવત્તાવાળા માસ્કનો ઉપયોગ

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments