Wednesday, 26 Aug, 2026
spot_img
Wednesday, 26 Aug, 2026
HomeJOBCurrent Affairs : GPSC અને UPSC પરીક્ષાલક્ષી તમામ મહત્વની માહિતી

Current Affairs : GPSC અને UPSC પરીક્ષાલક્ષી તમામ મહત્વની માહિતી

Share:

Daily Current Affairs 25 August 2026:સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે 25 ઓગસ્ટ 2026 ના રોજ બનતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ અહીં પ્રસ્તુત છે. આ કરન્ટ અફેર્સ GPSC, UPSC, Class-3 અને Banking જેવી તમામ પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે.

1. ભારત-ચીન વિશેષ પ્રતિનિધિ બેઠક,(25th Round Boundary Talks)

વિગત: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદ અને સરહદી તણાવને ઉકેલવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો ચાલુ છે. આ કડીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ ચીનની મુલાકાતે છે.

દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એક મોટો મુદ્દો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે, જ્યાં ભારત અને ચીન વચ્ચે સીમા પ્રશ્ન પર 25મા રાઉન્ડની સ્પેશિયલ રેપ્રેઝન્ટેટીવ વાર્તા યોજાઈ રહી છે.

આ બેઠક શા માટે કરવામાં આવે છે?

સરહદી વિવાદ (Border Dispute): ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC – Line of Actual Control) પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ સરહદ ક્યાં નક્કી થાય અને તણાવ કેવી રીતે ઘટે તે માટે આ ચર્ચા થાય છે.

શાંતિ સ્થાપવા માટે: બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાય અને સરહદ પર શાંતિ જળવાઈ રહે તે માટે આ ઉચ્ચ સ્તરીય રાજદ્વારી રસ્તો છે.

દ્વિપક્ષીય સંબંધો: માત્ર સરહદ જ નહીં, પરંતુ વેપાર અને અન્ય ક્ષેત્રોમાં સંબંધો સુધારવા પર પણ આમાં ચર્ચા થાય છે.

ટૂંકમાં કહીએ તો, આ કોઈ સામાન્ય મીટિંગ નથી, પરંતુ બે મહાસત્તાઓ વચ્ચેના ગંભીર પ્રશ્નોને ઉકેલવા માટેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ સત્તાવાર બેઠક છે.

Daily Current Affairs 25 August 2026:પરીક્ષા લક્ષી માહિતી (Exam Points):

  • આ ભારત અને ચીન વચ્ચેના સીમા પ્રશ્ન પર 25મા રાઉન્ડની સ્પેશિયલ રેપ્રેઝન્ટેટીવ (SR) મંત્રણા છે.
  • ચીન તરફથી આ બેઠકમાં તેમના વિદેશ મંત્રી અને વિશેષ પ્રતિનિધિ વાંગ યી (Wang Yi) ભાગ લઈ રહ્યા છે.
  • મહત્વ: આ બેઠકથી બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ સ્થાપવા અને વેપાર સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ મળે છે.
  • Exam Point: ચીન તરફથી આ બેઠકમાં વિશેષ પ્રતિનિધિ વાંગ યી (Wang Yi) છે.

2. MeitY દ્વારા રૂ. 62,500 કરોડની MPMS યોજના નોટિફાઈ

  1. યોજનાનું પૂરું નામ અને ઉદ્દેશ્ય (Full Form & Objective):
    • આ યોજનાનું નામ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (Mobile Phone Manufacturing Scheme – MPMS) છે.
    • તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં મોબાઈલ ફોન અને તેના મહત્વપૂર્ણ પાર્ટ્સ (Components) ના સ્થાનિક ઉત્પાદનને (Domestic Manufacturing) વેગ આપવાનો છે, જેથી ભારત વૈશ્વિક સ્તરે મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું હબ બની શકે.
  2. કુલ બજેટ અને નાણાકીય જોગવાઈ (Budget Outlay):
    • ભારત સરકારે આ યોજના માટે મોટું રોકાણ કર્યું છે, જેના અંતર્ગત રૂ. 62,500 કરોડ ની મસમોટી નાણાકીય જોગવાઈ (Financial Outlay) રાખવામાં આવી છે. આ ફંડ દ્વારા કંપનીઓને પ્રોત્સાહન (Incentives) આપવામાં આવશે.
  3. “મેક ઇન ઇન્ડિયા” અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન:
    • આ યોજના સરકારના મહત્વાકાંક્ષી અભિયાન “મેક ઇન ઇન્ડિયા” (Make in India) અને “આત્મનિર્ભર ભારત” સાથે સીધી જોડાયેલી છે.
    • અગાઉ ભારત મોટાભાગના મોબાઈલ ફોન બહારના દેશો (ખાસ કરીને ચીન)માંથી આયાત કરતું હતું, પરંતુ આ યોજનાથી હવે મોટાભાગના ફોન ભારતમાં જ બનશે.
  4. રોજગારીની તકોનું સર્જન (Job Opportunities):
    • આટલા મોટા પાયે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ થવાથી દેશમાં લાખો નવા રોજગારીના અવસરો ઊભા થશે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રના યુવાનોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગાર મળશે.
  5. ટેકનોલોજી અને એક્સપોર્ટ (Export Boost):
    • આ યોજના માત્ર ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી, પરંતુ ભારતમાંથી વિદેશોમાં મોબાઈલ ફોનની નિકાસ (Export) વધારવા માટે પણ ગેમ-ચેન્જર સાબિત થશે.
    • Daily Current Affairs 25 August 2026:પરીક્ષા લક્ષી મુખ્ય પ્રશ્ન (Exam Point):
    • પ્રશ્ન: તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા રૂ. 62,500 કરોડની MPMS યોજના નોટિફાઈ કરવામાં આવી છે?
    • જવાબ: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY).
  • Exam Point: આ યોજના “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને વધુ મજબૂત બનાવશે.

3. ટેરિટોરિયલ આર્મી દ્વારા ‘ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026’

  • સંરક્ષણ અને સાયબર સુરક્ષા ક્ષેત્રના પડકારોનો સામનો કરવા માટે ટેરિટોરિયલ આર્મીએ CyberPeace ના સહયોગથી ‘Terrier Cyber Quest 2026’ (TCQ 3.0) રાષ્ટ્રીય સ્તરની હેકાથોન શરૂ કરી છે.
  • આ યોજના શું છે અને ક્યારે શરૂ થઈ?
  • આ હેકાથોન ટેરિટોરિયલ આર્મી (Territorial Army) દ્વારા CyberPeace (સાઇબરપીસ) ના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
  • આ હેકાથોનનો મુખ્ય ઉદ્દેશ્ય (Main Objective):
    • સાયબર સુરક્ષાને મજબૂત કરવી: ભારતીય સૈન્ય દળો અને ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે આવતા સાયબર જોખમો (Cyber Threats) ને ઓળખીને તેનાથી નિપટવા માટે અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ શોધવા.
    • યુવા પ્રતિભાને તક આપવી: દેશના યુવા ટેકનોલોજી નિષ્ણાતો, એન્જિનિયર્સ, કોડર્સ અને સાયબર એક્સપર્ટ્સની બુદ્ધિમત્તાનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવો.
  • “હેકાથોન” એટલે શું? (What is a Hackathon?):
    • આ એક એવો મંચ છે જ્યાં દેશભરમાંથી ટેક-એક્સપર્ટ્સ અને યુવાનો ભેગા મળીને આપેલા ચોક્કસ સાયબર પડકારો (Challenges) માટે નવીનતમ સોફ્ટવેર, ટૂલ્સ અથવા પ્રોગ્રામ્સ તૈયાર કરે છે. શ્રેષ્ઠ આઈડિયાઝ કે સોલ્યુશન્સ પસંદ કરીને તેને સેનામાં અમલમાં મૂકવામાં આવે છે.
  • Daily Current Affairs 25 August 2026:પરીક્ષા લક્ષી મુખ્ય પ્રશ્ન (Exam Points)
  • xam Point: તેનો મુખ્ય હેતુ દેશના યુવાનો દ્વારા ડિફેન્સ અને સાયબર સ્પેસ માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સ શોધવાનો છે.
  • 4. એસ. જયશંકરની મોસ્કો મુલાકાત (ભારત-રશિયા સંબંધો)
  • વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.
  • Exam Point: રશિયાએ ઊર્જા (Energy), ફર્ટિલાઇઝર્સ અને ન્યૂક્લિયર સેક્ટરને ભારત સાથેના વેપારમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે.

Quick One-Liners for Quick Revision (exam માટે)

ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 કોના દ્વારા શરૂ થઈ: ટેરિટોરિયલ આર્મી

ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026 માં ટેરિટોરિયલ આર્મીનો સહયોગ કઈ સંસ્થાએ આપ્યો: CyberPeace (સાયબરપીસ)

ભારત-ચીન સીમા વાર્તાના ભારતીય પ્રતિનિધિ: અજિત ડોભાલ

ચીનના વિશેષ પ્રતિનિધિ: વાંગ યી

MPMS યોજનાનું કુલ ભંડોળ: રૂ. 62,500 કરોડ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments