Monday, 4 May, 2026
spot_img
Monday, 4 May, 2026
HomeAJAB GAJABTourist: આને કહેવાય શોખ! લક્ઝુરીયસ કાર છોડી રિક્ષામાં ભારત ભ્રમણ માટે નીકળ્યા...

Tourist: આને કહેવાય શોખ! લક્ઝુરીયસ કાર છોડી રિક્ષામાં ભારત ભ્રમણ માટે નીકળ્યા બે વિદેશી

Share:

અમદાવાદઃ આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, ભારત ફરવા આવતા વિદેશી મહેમાનો આમ તો મોટી મોટી ફાઈવસ્ટાર હોટલ્સ અને ફરવા માટે મોંઘીદાટ કાર શોધતા હોય છે, પરંતુ આ બંને ઓસ્ટ્રેલિયાથી આવેલા વિદેશી મહેમાનો કંઈક અલગ જ માટીના હોય એવુ લાગી રહ્યું છે. આ બંને વિદેશીઓએ પોતાની યાત્રા મોંઘીદાટ કારથી કરવાના બદલે ભારતની ઓળખસમાન રિક્ષાને પસંદ કરી હતી.

વિદેશી મહેમાનનો દેશી સ્વેગ
વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બંને વિદેશીઓ રિક્ષામાં મુસાફરી કરવાની ખૂબ જ મજા માણી રહ્યા છે. આ વાત તેમનો ચહેરો જ કહી બતાવે છે. આ વિદેશી મહેમાનો (Tourist) માત્ર ફરી જ નથી રહ્યા પણ ભારતની આત્માને જાણવાનો અને સમજવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. લોકલ ઢાબા પર બેસીને તીખુ તમતુ જમવાનું હોય કે પછી ટ્રાફિક વચ્ચે થતી ગપશપ, તેમનો અંદાજ સાવ અલગ જ છે.

સાદગીમાં એડવેન્ચર
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને કેટલાંક યુઝર્સ કહી રહ્યા છે કે, આપણે ભારતીય મોટાભાગે આપણી જ ચીજવસ્તુઓને નાની સમજતા હોઈએ છીએ. આપણે તો ઓફિસ જવું હોય તો પણ મોટી કાર બહાર કાઢીએ છીએ. જેના કારણે રોડ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બનતી હોય છે. એ પછી આપણે જ ગ્લોબલ વોર્નિંગની વાતો કરતા હોઈએ છીએ. જો કે, આ વિદેશી મહેમાનો આપણને અરીસો બતાવી રહ્યા છે કે, ખરેખરનું એડવેન્ચર તો સાદગીમાં છે. ના એસીની જરુર, ના કારના કાચ બંધ, ખાલી કુદરતની નજીક અને સામાન્ય લોકો સાથે રહેણી કરણી.

ભારતને જાણવાનો પ્રયાસ
જો કે, હાલ આ વિદેશી મહેમાનો ભારતની ધરતી પર ભ્રમણ કરી રહ્યા છે. કહેવાય છે કે, આ બંને નાગરિકો ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને ભારતમાં રહીને ભારતને જાણવાનો પ્રયાસ કરશે. પોતાની આ ભારત મુલાકાત દરમિયાન તેઓ ભારતને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે. આ બંને નાગરિકોએ ભારતની યાત્રા કેરળથી શરુ કરી હતી અને હવે તેઓ ભારતના વિવિધ રાજ્યોમાં જઈ ભ્રમણ કરશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments