Friday, 17 Oct, 2025
spot_img
Friday, 17 Oct, 2025
HomeGUJARAT NEWSCabinet Reshuffle: રાજ્યમાં નવા વિભાગોનું વિતરણ

Cabinet Reshuffle: રાજ્યમાં નવા વિભાગોનું વિતરણ

Share:

Cabinet Reshuffle: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા હતા. આ સાથે રાજ્યમાં મંત્રીમંડળનું નવું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ જાહેર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્યમાં નવા વિભાગોનું વિતરણ કરવામાં આવ્યું છે. ક્યા મંત્રીને શું જવાબદારી સોંપવામાં આવી છે તે વિશે જાણીયે,

નવા મંત્રીમંડળનું વિસ્તરણ

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

સામાન્ય વહીવટ, પ્રશાસનિક સુધારા અને તાલીમ, આપત્તિ વ્યવસ્થાપન, માહિતી અને પ્રસારણ તથા તમામ નીતિઓ અને અન્ય તમામ વિભાગો જે અન્ય કોઈને ફાળવેલા નથી

હર્ષ સંઘવી, ઉપ મુખ્યમંત્રી

ગૃહ, બોર્ડર સુરક્ષા, દારૂબંધી અને એક્સાઈઝ, રમતગમત અને યુવા સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન

કેબિનેટ મંત્રી

  • કનુ દેસાઈ — નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ
  • જીતુ વાઘાણી — કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, માછીમારી, પશુપાલન અને ગૌ સંવર્ધન
  • ઋષિકેશ પટેલ — ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ આવાસ, વિધાનસભા અને સંસદીય બાબતો
  • કુંવરજી બાવળિયા — શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ
  • નરેશ પટેલ — આદિવાસી વિકાસ, ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગો
  • અર્જુન મોઢવાડિયા — વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી
  • ડૉ. પ્રદ્યુમન વાંજા — સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ
  • રમણ સોલંકી — ખોરાક, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો

સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રી

  • ઈશ્વરસિંહ પટેલ — જળસંચય અને જળ પુરવઠો (સ્વતંત્ર ચાર્જ)
  • પ્રફુલ પાનસેરિયા — આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન (સ્વતંત્ર ચાર્જ)
  • ડૉ. મનીષા વકીલ — મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર ચાર્જ), સામાજિક ન્યાય અને સશક્તિકરણ

રાજ્યકક્ષાના મંત્રી

  • પરશોત્તમ સોલંકી — મતસ્યઉદ્યોગ
  • કાંતિ અમૃતિયા — શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
  • રમેશ કટારા — કૃષિ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન
  • દર્શનાબેન વાઘેલા — શહેરી વિકાસ અને શહેરી આવાસ
  • કૌશિક વેકરિયા — કાયદા અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિધાનસભા અને સંસદીય બાબતો
  • પ્રવીણ માળી — વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, પરિવહન
  • ડૉ. જયરામ ગામિત — રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, પ્રિન્ટિંગ, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન
  • ત્રિકમ છાંગા — ઉચ્ચ અને તકનીકી શિક્ષણ
  • કમલેશ પટેલ — નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સુરક્ષા, દારૂબંધી
  • સંજયસિંહ મહિડા — આવક, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ આવાસ અને ગ્રામ વિકાસ
  • પી. સી. બરંડા — આદિવાસી વિકાસ, ખોરાક, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો
  • સ્વરૂપજી ઠાકોર — ખાદી, કોટેજ અને ગ્રામ ઉદ્યોગો
  • રીવાબા જાડેજા — પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments