Thursday, 7 Aug, 2025
spot_img
Thursday, 7 Aug, 2025
HomeINTERNATIONALTrump Tariff: રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષા માટે ભારત પગલા લેશે

Trump Tariff: રાષ્ટ્રીય હિત અને આર્થિક સુરક્ષા માટે ભારત પગલા લેશે

Share:

Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે મોટો અર્થતંત્ર ધરાવતો ભારત દેશ તેનાં રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલની સતત ખરીદીને કારણે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. અંતે ભારતે અમેરિકાને ભારતની નીતિ આંતરિક જરૂરિયાતો પર નિર્ભર હોવાનું જણાવ્યું છે. ભારતે અગાઉ જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું અને કહ્યું હતુ કે 140 કરોડ દેશવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

Trump Tariff પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ અમેરિકાનો નિર્ણય ‘અત્યંત દુર્ભાગ્યપૂર્ણ’ છે. આ ભેદભાવપૂર્ણ, એકતરફી અને અતાર્કિક નિર્ણય છે. 140 કરોડ ભારતીયોના હિત સર્વોપરી છે. ભારતે જણાવ્યું અમે અમારા હિતોનું રક્ષણ કરવા માટે દરેક શક્ય પગલાં લઈશું. અન્ય દેશો પણ રશિયા સાથે વેપાર કરે છે, તો શા માટે ફક્ત ભારતને જ નિશાન બનાવવામાં આવે છે? રાષ્ટ્રીય હિતોનું રક્ષણ એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો – Kartavya Bhavan: ભારતના વહીવટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી શરૂઆત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા Randhir Jaiswal એ સ્પષ્ટતા કરી કે ભારતે ફક્ત બજારની માંગને પહોંચી વળવા અને 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રશિયા પાસેથી તેલ આયાત કર્યું છે. તેમણે કહ્યું, “અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે કારણ કે ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતમાં કરી રહ્યા છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments