Friday, 4 Jul, 2025
spot_img
Friday, 4 Jul, 2025
HomeENTERTAINMENTWAVES 2025: Connecting Creators, Connecting Countries

WAVES 2025: Connecting Creators, Connecting Countries

Share:

‘WAVES 2025’ કોન્ફરન્સનું આયોજન વૈશ્વિક સ્તરે ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય કાર્યક્રમ Mumbai ના Jio World Convention Centre ખાતે યોજાઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અનુપમ ખેર, આમિર ખાન અને રણબીર કપૂર જેવા નામોનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમણે તેને ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.

મુંબઈમાં આયોજિત ‘WAVES 2025 – World Audio Visuals and Entertainment Summit’ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે 1 મે છે. આજથી 112 વર્ષ પહેલાં 3 મે, 1913ના રોજ, ભારતની પહેલી ફીચર ફિલ્મ, રાજા હરિશ્ચંદ્ર, રિલીઝ થઈ હતી. તેના નિર્માતા દાદાસાહેબ ફાળકે હતા અને ગઈકાલે તેમનો જન્મદિવસ હતો. ગત સદીમાં, ભારતીય સિનેમા ભારતને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવામાં સફળ રહ્યું છે. દરેક વાર્તા ભારતીય સંસ્કૃતિનો અવાજ બની છે અને વિશ્વભરના લાખો લોકોના હૃદય સુધી પહોંચી છે.

‘Legends and Legacies: The Stories that shaped India’s Soul’ શીર્ષક હેઠળના પેનલમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, હેમા માલિની, ચિરંજીવી, મોહનલાલ અને મિથુન ચક્રવર્તી જેવા બોલિવૂડના મોટા નામો વક્તાઓ તરીકે હાજર રહેશે. આ સત્રનું સંચાલન અક્ષય કુમાર કરશે. WAVES 2025 ના બાકીના સત્રોમાં આમિર ખાન, આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને વિકી કૌશલ જેવા કલાકારો તેમજ એસ. એસ. રાજામૌલી અને એ. આર. રહેમાન જેવા ટોચના દિગ્દર્શકો અને નિર્માતાઓ ભાગ લેશે.

આ પણ વાંચો – Obscene Content: ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલતાને લઈ સુપ્રીમ કોર્ટનું કડક વલણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં World Audio Visuals and Entertainment Summit (WAVES) ને સંબોધતા કહ્યું કે, આજે મુંબઈમાં 100 થી વધુ દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક છત નીચે ભેગા થયા છે. એક રીતે, આજે અહીં વૈશ્વિક પ્રતિભા અને વૈશ્વિક સર્જનાત્મકતાના વૈશ્વિક ઇકો-સિસ્ટમનો પાયો નખાયો છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments