PM Modi U.S. Visit – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે વહેલી સવારે બે દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદીએ અમેરિકાના National Intelligence Director Tulsi Gabbard સાથે મુલાકાત કરી હતી. US સંસદના ઉપલા ગૃહ સેનેટે ગઈકાલે CIA અને NSA સહિત 18 ગુપ્તચર એજન્સીઓના ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે તુલસી ગબાર્ડની નિમણૂકની પુષ્ટિ કરી હતી.
બેઠક દરમિયાન PM મોદીએ તુલસી ગબાર્ડને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ કાઉન્ટર ટેરરિઝમ, સાયબર સિક્યુરિટી અને ઉભરતા જોખમો અંગે પરસ્પર સહયોગ અંગે વાત કરી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મોદીનું પ્રતિનિધિમંડળ કુલ 6 બેઠકોમાં ભાગ લેશે. PM મોદીની છેલ્લી સભા ગુરુવારે બપોરે 4 વાગ્યે (ભારતીય સમય મુજબ શુક્રવારે બપોરે 2:30 વાગ્યે) થશે. આ પછી PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ડિનર કરશે. PM મોદી અને રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત પણ કરી શકે છે.
PM મોદીની અમેરિકા યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે શહેર હિમવર્ષા અને કરાને કારણે ઠંડીની લપેટમાં છે. તેઓ પ્રેસિડેન્ટ ગેસ્ટ હાઉસ એટલે કે લક્ઝુરિયસ બ્લેર હાઉસમાં રોકાશે. તે વ્હાઇટ હાઉસની બરાબર સામે છે. વિશ્વના નેતાઓ આ ગેસ્ટ હાઉસમાં રહે છે. બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની કોઈપણ વિદેશી રાષ્ટ્રપ્રમુખ સાથે આ ચોથી બેઠક છે. આ પહેલા તેઓ ઈઝરાયેલના પ્રધાનમંત્રી, જાપાનના પ્રધાનમંત્રી અને જોર્ડનના રાજાને મળ્યા હતા.
આ પણ વાંચો – Pariksha Pe Charcha: પ્રધાનમંત્રી મોદીનો વિદ્યાર્થીઓને બોધપાઠ
PM મોદી અમેરિકા પહોંચતા પહેલા ફ્રાંસના પ્રવાસે હતા. અહીં તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે AI સમિટની સહ અધ્યક્ષતા કરી અને અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાત કરી. મોદી આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ ઘણા બિઝનેસ લીડર્સ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.