Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSKankaria Carnival 2024: અમદાવાદમાં આવતીકાલે શરૂ થશે, કાર્યક્રમનું A TO Z

Kankaria Carnival 2024: અમદાવાદમાં આવતીકાલે શરૂ થશે, કાર્યક્રમનું A TO Z

Share:

Kankaria Carnival 2024 ની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી Kankaria Carnival 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ખાસ કરીને જે પણ લોકોને કાંકરિયા કાર્નિવલમાં જવું હોય અને જે ગેટ ઉપર નાગરિકો જવા માંગતા હોય તેના માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે તેના માટે પણ QR કોડ જાહેર કરાયા છે જેને સ્કેન કરીને માહિતી મેળવી શકશે.

કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી 30 ડિસેમ્બરે સાંઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે.

આ પણ વાંચો – જાણીતા ફિલ્મ નિર્માતા Shyam Benegal નું દેહાવસાન

Ahmedabad Municipal Corporation દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયાના વ્યાયામ વિદ્યાલયના ગેટ નં-3 પાસે લેસર શો અને પુષ્પકુંજ ગેટ નં-1 પાસે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ગેટ નં-7 નગીના વાડી ખાતે મ્યૂઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે.

કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દીપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, અમીત ખુવા, સુરજ બરાલીયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડી.જે. કીયારા સાથે શહેરીજનો ડી.જે. નાઈટની મજા માણી શકશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments