ફિલ્મ નિર્માતા Shyam Benegal નું આજે દેહાવસાન થયું છે. તેમણે 14મી ડિસેમ્બરે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો, તેઓ કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે સાંજે લગભગ 7 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ઝુબૈદા’, ‘વેલકમ ટુ સજ્જનપુર’ જેવી ફિલ્મો માટે જાણીતા બેનેગલની ગણતરી સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. Shyam Benegal ને 1976માં Padmashri અને 1991માં Padma Bhushan થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્યામ બેનેગલનો જન્મ 1934માં સિકંદરાબાદમાં થયો હતો. તેણે કોપીરાઈટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પછી પોતાની મહેનત અને કામથી તેણે હિન્દી સિનેમામાં મોટું સ્થાન હાંસલ કર્યું. હિન્દી સિનેમામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી.શ્યામ બેનેગલ 70ના દાયકા પછીના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. તેમણે તેમની શાનદાર ફિલ્મો માટે ઘણા પુરસ્કારો જીત્યા હતા, જેમાં અઢાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને એક ફિલ્મફેર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમને 2005માં સિનેમા ક્ષેત્રે ભારતના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – Zakir Hussain એ સાન ફ્રાન્સિસ્કોમાં લીધા અંતિમ શ્વાસ
શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને મહાન કલાકારો આપ્યા. તેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટિલ અને સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાની અગ્રણી છે. જવાહરલાલ નેહરુ અને સત્યજીત રે પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ઉપરાંત, તેમણે Doordarshan માટે ‘યાત્રા’, ‘કથા સાગર’ અને ‘ભારત એક ખોજ’ સિરિયલોનું નિર્દેશન પણ કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ શ્યામ બેનેગલ વિશે કહ્યું હતું કે તેમની ફિલ્મો માનવતાને તેના મૂળ સ્વરૂપમાં શોધે છે. સત્યજિત રેના અવસાન પછી, શ્યામે તેમનો વારસો સંભાળ્યો અને તેને સમકાલીન સંદર્ભ આપ્યો.