ઢોલીવૂડના ફેમસ કપલ #MaJaNiWedding મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્ન બંધનમાં બંધાયા છે. 25 નવેમ્બરના હલ્દી સેરેમની યોજાઈ હતી. તેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. હલ્દી સેરેમનીથી લઈને લગ્નની બઘી તસવીરોમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું હતું.
લવસ્ટોરીની શરૂઆત
- પૂજા જોશી મુંબઈની છે, પરંતુ તે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે તેથી ગુજરાત આવતી જતી હોય છે.
- બંને અગાઉ એકસાથે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે.
- બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા ચાલી હતી.
- બંનેએ કોરોનાના સમયગાળામાં ‘વાત વાત’માં નામની વેબ સીરિઝ કરી હતી.
- ‘વાત વાત’માં દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં.
- તેમણે ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો – Vaibhav Suryavanshi: IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી

પૂજાએ લાલ રંગનું પાનેતર પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે મલ્હાર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ દરમિયાન જ બંનેના ચહેરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ કપલ મલ્હાર અને પૂજા જોષીની હલ્દી સેરેમની યોજાઈ હતી. મલ્હાર અને પૂજાની હલ્દીમાં તમામ નજીકના મિત્રો અને ફિલ્મી કલાકારો મન મૂકીને નાચતા અને મજા માણતા જોવા મળ્યા હતા.
ત્યારે ‘#MaJaNiWedding’ ના સંગીતના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પૂજા અને મલ્હાર આ વીડિયોમાં ગીત ગાતા ગાતા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મલ્હાર અને પૂજા બંને ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળ્યા હતા. તે બંને પોતાની લગ્નની તમામ રસમને ઓન્જોયમેન્ટ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.